AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીનો ખેલ ખતમ ? વર્ષ 2028 સુધીમાં કેટલો હશે ભાવ ? અમેરિકી બેંકની ‘મોટી ભવિષ્યવાણી’

સોના અને ચાંદીના બજારમાં જે રીતે તોફાની તેજી ચાલી રહી હતી, તેને જોઈને રોકાણકારો ખુશખુશાલ હતા. એવામાં હવે એક મોટો ખેલ શરૂ થઈ ચૂક્યો છે, જેણે આખા માર્કેટના હોશ ઉડાવી દીધા છે. તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોના-ચાંદીનો આ 'ગોલ્ડન પીરિયડ' હવે એક નવો અને ભયાનક વળાંક લેવા જઈ રહ્યો છે. ચાંદીના બજાર પર તો જાણે એક મોટા કડાકા અને અણધાર્યા 'કરેક્શન' નું સંકટ મંડરાઈ રહ્યું છે. શું આ માત્ર એક સામાન્ય ઉતાર-ચઢાવ છે કે પછી કોઈ મોટા કડાકા પહેલાંની શાંતિ? આવનારા વર્ષો માટે કિંમતોના એવા ચોંકાવનારા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે, જે જાણ્યા વગર રોકાણ કરવું હવે સૌથી મોટું જોખમ બની શકે છે.

| Updated on: Nov 06, 2026 | 4:00 PM
Share
જો તમે સોના-ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા રોકાણ કર્યું છે, તો વર્લ્ડ બેંકનો આ તાજેતરનો રિપોર્ટ તમારા માટે છે. વર્લ્ડ બેંકના 'કોમોડિટી માર્કેટ્સ આઉટલુક' મુજબ, વર્ષ 2026ની જેમ હવે સોના-ચાંદીમાં તોફાની તેજી જોવા મળશે નહીં. જો કે, તેમ છતાંય તેમની કિંમતો ઐતિહાસિક રીતે ખૂબ જ ઊંચા સ્તરે જળવાઈ રહેશે.

1 / 7
ગ્લોબલ માર્કેટમાં આજે એટલે કે 06 નવેમ્બરને રોજ સોના અને ચાંદી બંને ધાતુઓના ભાવ ઘટી ગયા. કોમેક્સ પર સોનું 1.44% ઘટીને 4,054 ડૉલર પ્રતિ ઓંસ પર વેચાતું જોવા મળ્યું. સોનું 59 ડૉલરથી વધુ તૂટી ગયું. ચાંદીમાં 1.74% નો ઘટાડો નોંધાયો અને કિંમત 52 ડૉલરથી નીચે જતી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 2,356 રૂપિયા સસ્તું થયું. કિંમત 1.65% ઘટીને 1,41,739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. ચાંદીમાં 1.83% નો ઘટાડો નોંધાયો અને કિંમત 3,424 રૂપિયા ઘટીને 1,83,716 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ.

2 / 7
વર્લ્ડ બેંકનું અનુમાન છે કે, આ વર્ષે સોનું સરેરાશ 4,600 ડૉલર પ્રતિ ઔંસ (ભારતીય ચલણમાં લગભગ 1.40 લાખ રૂપિયા) રહેશે, જે વર્ષ 2025 ની સરખામણીમાં 33.6% વધારે છે. બેંકે એ પણ અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2027 માં સોનાની કિંમતોમાં હળવો ઘટાડો આવશે અને તે 7.6% ઘટીને સરેરાશ 4,250 ડૉલર પ્રતિ ઔંસ પર આવી જશે. આ પછી વર્ષ 2028 માં તેમાં 5.9% નો વધુ ઘટાડો થઈ શકે છે અને કિંમત 4,000 ડૉલર પ્રતિ ઔંસ સુધી રહી શકે છે. રાહતની વાત એ છે કે, તમામ ઉતાર-ચઢાવ છતાં વર્ષ 28 સુધી સોનું 4,000 ડૉલરના સ્તરની ઉપર જ મજબૂત જળવાઈ રહેશે.

3 / 7
તેની સરખામણીમાં ચાંદીના મામલામાં ચિત્ર થોડું અલગ અને વધુ પડકારજનક છે. આ વર્ષે ચાંદીએ સોના કરતા સારું પ્રદર્શન કર્યું છે પરંતુ આગામી સમયમાં તેણે તીવ્ર અને મોટા કરેક્શનનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2026માં ચાંદી સરેરાશ 70 ડૉલર પ્રતિ ઔંસ (લગભગ 76% વાર્ષિક વૃદ્ધિ) પર રહ્યા પછી વર્ષ 2027 માં 11% થી વધુ લપસીને 62 ડૉલર અને વર્ષ 2028 માં ઘટીને 58 ડૉલર પ્રતિ ઔંસ પર આવી જશે.

4 / 7
કીમતી ધાતુઓમાં તાજેતરમાં આવેલી સુસ્તી પાછળ ઘણા મોટા મેક્રો-ઇકોનોમિક કારણો છે. તાજેતરમાં યુએસ ફેઝરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો, મજબૂત યુએસ ડૉલર અને વધતી બોન્ડ યીલ્ડ્સના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે, જેના કારણે ત્રીજા ક્વાર્ટરમાં સોનું 5% અને ચાંદી 14% સુધી તૂટી ગઈ હતી. આ સિવાય, ઊંચા ભાવોના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી જ્વેલરીની માંગમાં ભારે ઘટાડો થયો છે અને આગળ પણ તે નબળી જળવાઈ રહેવાની આશંકા છે.  આ તમામ દબાણો છતાં બંને ધાતુઓના ફંડામેન્ટલ્સ હજુ પણ ખૂબ જ મજબૂત છે. વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટિકલ તણાવ અને અનિશ્ચિતતાઓ રોકાણકારોને સેફ હેવન (સુરક્ષિત આશ્રયસ્થાન) તરફ ખેંચી રહી છે.

5 / 7
વધુમાં, 2026 ના પ્રથમ 6 મહિનામાં વૈશ્વિક સોનાની માંગમાં લગભગ અડધો હિસ્સો ધરાવતી સેન્ટ્રલ બેંકની ખરીદી અને રોકાણ માંગ, ભાવમાં ઘટાડાને નોંધપાત્ર ટેકો આપી રહી છે. સેન્ટ્રલ બેંકોએ ફરી એકવાર સોનાની ખરીદી વધારવાનું શરૂ કર્યું છે.

6 / 7
ચાંદીના મોરચે ઔદ્યોગિક માંગ એક મહત્વપૂર્ણ પરિબળ છે. જો કે, સોલર એનર્જી સેક્ટરમાં મેન્યુફેક્ચરર્સ હવે ચાંદીની જગ્યાએ તાંબા (કોપર) ના ઉપયોગ પર ભાર આપી રહ્યા છે, જેનાથી માંગ પ્રભાવિત થઈ શકે છે. એવામાં ઇલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર્સ અને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી તરફથી મળતી સતત માંગ ચાંદીના બજારને સંભાળી રાખશે. વર્લ્ડ બેંકનું માનવું છે કે, ભલે આગામી બે વર્ષમાં કિંમતોમાં થોડું કરેક્શન જોવા મળે પરંતુ કિંમતો વર્ષ 2015-વર્ષ 2019ના સરેરાશ સ્તરથી હજુ પણ ત્રણ ગણાથી વધુ ઉપર જ રહેશે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

‘સોનું’ 6 વર્ષની નીચી સપાટીએ… ધનતેરસ-દિવાળી સુધીમાં ભાવ વધશે કે ઘટશે?

Follow Us
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત

તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ

g clip-path="url(#clip0_868_265)">