AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA વર્લ્ડ કપ

FIFA વર્લ્ડ કપ

FIFA વર્લ્ડ કપએ વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત પુરુષોની રાષ્ટ્રીય ટીમો વચ્ચેની ફૂટબોલ સ્પર્ધા છે, જેનું આયોજન આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન (FIFA) દ્વારા કરવામાં આવે છે. દર ચાર વર્ષે આયોજિત આ ટુર્નામેન્ટમાં વિશ્વભરના ટોચના દેશો વિશ્વ ચેમ્પિયનના ખિતાબ માટે સ્પર્ધા કરે છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. ફિફા એ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. ફિફાનું ફૂલ ફોર્મ ફેડરેશન ઈન્ટરનેશનેલ ડી ફૂટબોલ એસોસિયેશન છે.

ફિફાનું મુખ્ય કાર્યાલય સ્વિટ્ઝરલેન્ડના જ્યૂરિખ શહેરમાં સ્થિત છે. આ જગ્યાએ વર્ષ 2006માં મુખ્ય કાર્યાલય બનાવવામાં આવ્યુ હતુ. ફિફાની સ્થાપના 21 મે, 1904ના રોજ 7 રાષ્ટ્રીય સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ફિફાના પ્રથમ અધ્યક્ષ રોબોટ ગુએરિન હતા. ફિફાએ પહેલા આધિકારીક વર્લ્ડકપનું ઉરુગ્વેમાં આયોજન કર્યુ હતુ. તે એક માત્ર એવો વર્લ્ડકપ હતો જેમા કોઈ નિયમ લાગુ થયા ન હતા. ફિફા વર્લ્ડકપની ટ્રોફી દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીમાંથી એક માનવામાં આવે છે.

Read More

Breaking News : નિવૃત્તિ માટે તૈયાર છે રોનાલ્ડો? ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લગ્ન પછી પોતાની કારકિર્દી વિશે એક મોટી જાહેરાત કરી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હાલમાં પોતાના છઠ્ઠા વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. તે ખિતાબ જીતી શક્યો ન હતો. રોનાલ્ડોએ તે દરમિયાન કહ્યું હતુ કે, આ તેનો છેલ્લો વર્લ્ડકપ હતો.

Ronaldo-Georgina Wedding: રોનાલ્ડોએ 10 વર્ષ ડેટિંગ કર્યા બાદ ગર્લફ્રેન્ડ જ્યોર્જી સાથે 5 બાળકોની હાજરીમાં કર્યા લગ્ન , જુઓ ફોટો

Cristiano Ronaldo Marriage : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના ઓફિશિયલ ઈનસ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પત્ની સાથે એક ફોટો પોસ્ટ કરી લગ્નના ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.

Breaking News : સ્પેન ફીફા વર્લ્ડકપ 2026 જીતતા મિયા ખલીફાને લોટરી લાગી, સટ્ટામાં જીત્યા કરોડો રુપિયા

સ્પેન વિરુદ્ધ આર્જેન્ટિના ફાઇનલમાં 15.92 કરોડની જંગી રકમ જીતીને મિયા ખલીફા ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું. વિશ્વાસ હતો અને મોટી જીત મેળવી.મને મારા ગૃહ દેશ સ્પેન પર ખુબ ગર્વ છે.

FIFA World Cup 2026: આ 2 ખેલાડીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો, વીડિયો વાયરલ

FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું હતું. સ્પેનની હાર બાદ આર્જેન્ટિનાના બે ખેલાડીઓ વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ છે કે તેમણે ઈરાદાપૂર્વક યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

FIFA World Cup 2026 Final: હાર બાદ પણ માલામાલ થઈ આર્જેન્ટિનાની ટીમ મળ્યા 280 કરોડ રૂપિયા

FIFA World Cup 2026 Final : આર્જેન્ટીનાને હરાવી સ્પેને ફીફા વર્લ્ડકપ પોતાને નામ કર્યો છે. તો ચાલો સ્પેનની જીત અને આર્જેન્ટીનાની હાર બાદ ક્યા પાંચ રેકોર્ડ મળ્યા છે. તેમજ આર્જેન્ટીનાની ટીમ હાર બાદ પણ માલામાલ થઈ છે.

સ્પેન સામેની હાર બાદ ધ્રૂસકેને ધ્રૂસકે રડ્યો Lionel Messi, મેદાન પર રોકી ના શક્યો આસું, જુઓ-Video

સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાના સ્વપ્નને ચકનાચૂર કરી નાખ્યું. રવિવારે (19 જુલાઈ) ન્યુ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં, સ્પેને વધારાના સમયમાં 1-0થી વિજય મેળવીને પોતાનો બીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીત્યો.

FIFA World Cup 2026માં કોણે ગોલ્ડન બોલ અને ગોલ્ડન બુટ જીત્યો ? આ ખેલાડીએ જીત્યા આ 5 એવોર્ડ

FIFA World Cup Awards : સ્પેને ફીફા વર્લ્ડકપ 2026ની ચેમ્પિયન બનવાની સાથે આ ટૂર્નામેન્ટના 5 મોટા એવોર્ડ જીતવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. એવોર્ડસમાં પણ સ્પેનના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.

Breaking News FIFA World Cup Final: આર્જેન્ટિનાને હરાવીને સ્પેન ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું

FIFA World Cup Final : ફાઇનલમાં પ્રથમ મિનિટથી લઈને સમગ્ર 90 મિનિટ અને વધારાના એક્સ્ટ્રા સમયમાં પણ સ્પેને પ્રભુત્વ મેળવ્યું, ગોલ પર 20 શોટ પણ ફટકાર્યા જ્યારે આર્જેન્ટિના એક પણ શોટ લગાવવામાં નિષ્ફળ રહ્યું હતુ.

FIFA World Cup Final સટ્ટાબજારમાં આ ટીમ છે ફેવરિટ, 5.5 અબજ ડોલરથી વધુનો ખેલાયો સટ્ટો, મેસ્સી-ટ્રમ્પ ઉપર પણ લગાડાયો છે દાવ

ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં વૈશ્વિક પ્રેડિક્શન માર્કેટમાં કરોડો નહીં પરંતુ અબજો ડોલરની બેટિંગ જોવા મળી રહી છે. વિશ્વભરના સટ્ટાબજારના ટ્રેન્ડ મુજબ એક ટિમને ખૂબ જ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી ટિમને અંડરડોગ તરીકે મેદાનમાં ઉતરશે તેવુ માનવામાં આવે છે. બે મોટા પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ પર કુલ મળીને અંદાજે 5.5 અબજ ડોલરથી વધુની સટ્ટા બેટિંગ થઈ ચૂકી છે, જે આ ફાઇનલ પ્રત્યેની ભારે ઉત્સુકતા દર્શાવે છે.

ઈંગ્લેન્ડે મેદાનમાં ફ્રાન્સને 6-4થી રગદોળી નાખ્યું, 44 વર્ષ બાદ રમાઈ આવી રસાકસીભરી મેચ

England vs France: FIFA વર્લ્ડ કપ 2026 ના ત્રીજા સ્થાન માટે રમાયેલ મેચમાં ઇંગ્લેન્ડે, ફ્રાન્સને 6-4 થી હરાવ્યું. આ FIFA વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જીત બાદ ઇંગ્લેન્ડને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

FIFA World Cup 2026: મેસ્સી નહીં, આ ખેલાડી છે આર્જેન્ટિનાના ચેમ્પિયન બનવાની ગેરંટી, હાર્યો નથી એક પણ વર્લ્ડ કપ મેચ

લિયોનેલ મેસ્સીનો આર્જેન્ટિનાની સફળતામાં મોટો ફાળો રહ્યો છે, તેણે ટીમના ગોલ અને આસિસ્ટનું નેતૃત્વ કર્યું છે. જોકે, ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે આર્જેન્ટિનાની પ્લેઈંગ ઈલેવનમાં રમતા વર્લ્ડ કપમાં ક્યારેય એક પણ મેચ હાર્યો નથી. અને તે આ ટીમનો લકી ચાર્મ છે. ચાલો જણીએ કોણ છે આ ખેલાડી.

FIFA World Cup 2026 Final: આર્જેન્ટિના-સ્પેન ફાઇનલની ટિકિટે તોડ્યા બધા રેકોર્ડ, એક સીટની કિંમત જાણીને ચોંકી જશો

FIFA World Cup 2026 Final Ticket Price: FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ 20 જુલાઈના રોજ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી છે. આ મેચની ટિકિટના ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો જાણીએ એક ટિકિટની એવરેજ કિંમત કેટલી છે.

Lionel Messi Net Worth : ₹100 કરોડનું જેટ, ₹100 કરોડનું ઘર…કેટલા કરોડની સંપત્તિનો માલિક છે મેસી ? જાણો

દુનિયા લિયોનેલ મેસ્સીને ફૂટબોલના જાદુગર તરીકે ઓળખે છે. જોકે, એક સમય એવો હતો જ્યારે તેમનો પરિવાર આર્જેન્ટિનાના રોઝારિયો શહેરમાં ખૂબ જ સાધારણ જીવન જીવતો હતો. તેમના પિતા સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા, જ્યારે તેમની માતા પાર્ટ-ટાઇમ નોકરી કરતી હતી. પરિવારને એટલી ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

FIFA World Cup 2026: ફક્ત ટ્રોફી અને મેડલ જ નહીં, વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને ખાસ રિંગ પણ મળશે

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે 2026 ના વર્લ્ડ કપ ફાઇનલ મેચ એવી હશે જેના પર આખી દુનિયા નજર રાખશે. જોકે, આ ફાઇનલ અગાઉના કોઈપણ ટાઇટલ મેચ કરતા અલગ હશે, કારણ કે પહેલીવાર વિજેતા ટીમના ખેલાડીઓને ખાસ રિંગ આપવામાં આવશે.

FIFA World Cup 2026 Final Date, Time in India : સ્પેન અને આર્જેન્ટીના વચ્ચે ફાઈનલ મેચ ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો, જાણો

Argentina vs Spain Final : 48 ટીમોથી શરુ થયેલો ફીફા વર્લ્ડકપ 2026 હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ફાઈનલની લાઈનઅપ નક્કી થઈ ચૂકી છે. જેમાં આર્જેન્ટીના અને સ્પેન આમને-સામને થશે. તો ચાલો જાણીએ ફાઈનલ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ સવાલો.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">