AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથના 73 ગામોની પાણીના સમસ્યાનો આવશે અંત, માલગામ ખાતે ₹98.97 કરોડની પાણી પૂરવઠા યોજનાનું કરાયુ ખાતમુહૂર્ત- Video

ગીરસોમનાથના 73 ગામોની પાણીના સમસ્યાનો આવશે અંત, માલગામ ખાતે ₹98.97 કરોડની પાણી પૂરવઠા યોજનાનું કરાયુ ખાતમુહૂર્ત- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2026 | 3:27 PM
Share

ગીર સોમનાથના 73 ગામો માટે ₹98.97 કરોડની કોડીનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના માલગામ ખાતે શરૂ થઈ. આ યોજના કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોની લાંબા સમયની પાણીની અછત દૂર કરશે. ગ્રામજનોને પીવાના પાણી માટે દૂર ભટકવું નહીં પડે, જેનાથી જીવનધોરણ સુધરશે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

ગીર સોમનાથ જિલ્લાના 73 ગામોની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. માલગામ ખાતે 98 કરોડ 97 લાખ રૂપિયાની કોડીનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજનાથી કોડીનાર તાલુકાનાં 60 અને સુત્રાપાડા તાલુકાનાં 13 ગામોને લાભ મળશે.

લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરી રહેલા આ ગામોને આ યોજના દ્વારા મોટી રાહત મળવાની આશા છે. યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજા અને ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના પૂર્ણ થતાં 73 ગામોમાં પાણી પુરવઠાની સુવિધા વધુ સુદૃઢ બનશે અને ગ્રામજનોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા સુદૃઢ કરવા આ ₹98.97 કરોડનો Water Supply Project તૈયાર કરવામાં આવ્યો છે. કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના અનેક ગામોની પાણીની સમસ્યાનો આ યોજના દ્વારા અંત આવશે. પાણી જેવી પાયાની જરૂરિયાત માટે લોકોને દૂર-દૂર સુધી ભટકવુ પડે છે ત્યારે આ મુશ્કેલીઓ ઘટાડવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

ગીરનારની લીલી પરિક્રમાને લાગ્યુ દુષ્કાળનું ગ્રહણ, પાણીની અછત વચ્ચે પરિક્રમા યોજવી વહીવટી તંત્ર સામે મોટો પડકાર, બાળકો અને વૃદ્ધોને ન લાવવા કરી અપીલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">