AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli Breaking: રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ડે. કલેક્ટરે જારી કર્યુ ઍલર્ટ, લાઈસન્સ વગર ફટાકડા વેચતા વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી

Amreli Breaking: રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ડે. કલેક્ટરે જારી કર્યુ ઍલર્ટ, લાઈસન્સ વગર ફટાકડા વેચતા વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2026 | 2:08 PM
Share

અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટમાં દિવાળીના તહેવારને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. નાયબ કલેક્ટરે ફટાકડાના સ્ટોલનું ચેકિંગ કરતાં લાઇસન્સ વગર વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી કરી. અંદાજે ₹8 લાખના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

દિવાળીના તહેવારને લઈને અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નાયબ કલેક્ટર દ્વારા ફટાકડાનું વેચાણ કરતા તમામ સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર અને મંજૂરી આપવામાં આવેલી જગ્યા સિવાય અન્ય સ્થળે ફટાકડાનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે રૂ. 8 લાખનો ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, અન્ય તમામ લાયસન્સ ધારકોના સ્ટોલનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દિવાળીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Input Credit- Jaydev Kathi- Junagadh

ગીરનારની લીલી પરિક્રમાને લાગ્યુ દુષ્કાળનું ગ્રહણ, પાણીની અછત વચ્ચે પરિક્રમા યોજવી વહીવટી તંત્ર સામે મોટો પડકાર, બાળકો અને વૃદ્ધોને ન લાવવા કરી અપીલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">