સાઉથ સિનેમા
દક્ષિણ ભારતનું સિનેમા દક્ષિણ ભારતના ચાર મુખ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનેમાનો સંદર્ભ આપે છે. આ પ્રદેશની ચાર મુખ્ય ભાષાઓ – તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં ફીચર ફિલ્મો બનાવે છે. તેને ઘણીવાર બોલચાલની ભાષામાં કોલીવુડ, ટોલીવુડ, સેન્ડલવુડ અને મોલીવુડ કહેવામાં આવે છે. તેમાં, તેલુગુ ઈન્ડસ્ટ્રી સૌથી લોકપ્રિય છે. દક્ષિણના મોટાભાગના સુપરસ્ટાર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે હૈદરાબાદમાં સ્થિત છે. આ ઈન્ડસ્ટ્રીમાં જ ‘બાહુબલી’, RRR અને ‘પુષ્પા’ જેવી ફિલ્મો બની છે.
એસ.એસ. રાજામૌલીએ તેલુગુ સિનેમાને પાન ઈન્ડિયા સિનેમા બનાવ્યું. અહીંથી જ પ્રભાસ, અલ્લુ અર્જુન, રામ ચરણ, જુનિયર એનટીઆર અને નાની ભારતભરમાં ખ્યાતિ પામ્યા છે. મહેશ બાબુ પણ તેલુગુ સિનેમામાંથી આવે છે. આ પહેલા ચિરંજીવી, નાગાર્જુન અને વેંકટેશ જેવા સુપરસ્ટારનો દબદબો રહ્યો છે.