આતિશીના પતિએ અમદાવાદમાંથીઅભ્યાસ કર્યો , જુઓ આતિશીના પરિવારમાં કોણ કોણ છે
દિલ્હીમાં વલણોમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લીડ ધીમે ધીમે વધવા લાગી છે. તે 28 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 42 બેઠકો સાથે આગળ છે. તે જ સમયે, કોંગ્રેસ ક્યાંય પણ પોતાનું ખાતું ખોલતી દેખાતી નથી. આતિશીના પરિવાર વિશે જાણો

આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપ્તા વાહીના ઘરે થયો હતો. તો આજે આપણે આતિશીના પરિવાર વિશે વાત કરીશું.

આમ આદમી પાર્ટીએ આતિશી માર્લેનાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરી છે. તો આજે આપણે આતિશીના પરિવાર તેમજ રાજનીતિક કરિયર વિશે જાણીએ.

અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના સીએમ પદની રેસમાં કુલ 7 નામ સામેલ હતા, પરંતુ આતિશીએ બધાને પાછળ છોડીને મુખ્યમંત્રી પદ મેળવ્યું છે.

દિલ્હીને ફરી એક વખત મહિલા મુખ્યમંત્રી મળવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલે સીએમ પદ છોડ્યા બાદ તેના સ્થાને આમ આદમી પાર્ટીએ આતિશીને સીએમ પદની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે.

આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી છે. આ પહેલા સુષમા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ પર કમાન સંભાળી ચૂકી છે.આતિશી અરવિંદ કેજરીવાલની સૌથી વિશ્વાસું છે. આતિશી દિલ્હી સરકારની સૌથી વધુ વિભાગોમાં 14 વિભાગોની જવાબદારી પણ સંભાળે છે. જેમાં શિક્ષણ વિભાગ, PWD, પાણી વિભાગ, મહેસૂલ, આયોજન અને નાણા જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે.

આતિશી આમ આદમી પાર્ટની શરુઆતના સમયમાં જ પાર્ટીમાં સામેલ થઈ હતી. 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોની સમિતિની મહત્વની સભ્ય હતી. અને પાર્ટીના ગઠન અને નીતિઓમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ આતિશીએ આમ આદમી પાર્ટીના અનેક મુદ્દાને સામે રાખવા માટે પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવી હતી.

દિલ્હીમાં ઉછર્યા પછી સ્પ્રિંગડેલ્સ સ્કૂલ (પુસા રોડ), નવી દિલ્હીમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, આતિશીએ 2001માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી ઈતિહાસમાં સ્નાતક થઈ હતી.

ત્યારબાદ તે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગઈ અને 2003માં તેમણે ઇતિહાસમાં તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેમણે જેવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલીઓ સાથે જોડાયેલા કેટલાક NGOમાં પણ કામ કરી ચૂકી છે.

આતિશી આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની સભ્ય છે અને હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, P.W.D, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહી ચૂકી છે. .2018માં રાષ્ટ્રીય ચૂંટણી પહેલા, તેમણે અટક દુર કરીને તેના નામ તરીકે "આતિશી" નો ઉપયોગ કરવાનું પસંદ કર્યું,

15 માર્ચ, 2019 ના રોજ, દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ રાજીવ બબ્બર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસના જવાબમાં આતિશી માર્લેના અને અન્ય ત્રણ પાર્ટી નેતાઓને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. ભાજપે દિલ્હીની મતદાર યાદીમાંથી 30 લાખ નામો કાઢી નાખ્યા હોવાના તેમના દાવાથી આ કેસ શરુ થયો હતો.

આતિશીએ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને જેલમાં ગયા પછી શિક્ષણ મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો.

પંજાબી રાજપૂત પરિવાર સાથે જોડાયેલા આતિશીના પતિનું નામ પ્રવીણ સિંહ છે. પ્રવીણ શિક્ષક છે. તેઓ સદભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પ્રવીણ સિંહે IIT દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ IIM અમદાવાદમાંથી પણ અભ્યાસ કર્યો છે.

તેણે અંદાજે 8 વર્ષ કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. ભારત અને અમેરિકામાં કન્સલ્ટન્સી ફર્મ્સમાં પણ કામ કર્યું. આ પછી તેઓ સમાજ સેવામાં જોડાયા. તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.
