આલિયા-રણબીરથી લઈને ભારતી-હર્ષ સુધી, આ કલાકારોના ઘરે આ વર્ષે ગુંજી કિલકારી
ટીવી અને બોલિવૂડની દુનિયાના ઘણા સેલિબ્રિટી આ વર્ષે માતા-પિતા બન્યા છે. ચાલો તેમાંથી કેટલાક પ્રખ્યાત કપલ પર એક નજર કરીએ.


બોલિવુડની મશહુર અભિનેત્રી અને અનિલ કપુરની પુત્રી સોનમ કપુરે કેટલાક મહિના પહેલા જ અક પુત્રને જન્મ આપ્યો છે.

ગુરમીત અને દેબિનાએ પણ પુત્રી લિયાનાનું સ્વાતગત કર્યું છે.ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીનાએ લાંબી રાહ જોયા બાદ તેમની પુત્રી લિયાનાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

કોમેડી ક્વિન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા આ વર્ષે તેમના પુત્રનું સ્વાગત કર્યું છે. જેને પ્રેમથી ગોલા બોલાવે છે પરંતુ તેનું સાચું નામ લક્ષ્ય છે.

સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલે સાઉથના બિઝનેસમેન ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા છે. આ વર્ષે તેમણે પુત્રને જન્મ આપ્યો છે.

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી પૂજા બેનર્જીએ પણ આ વર્ષે પુત્રને જન્મ આપ્યો છે. તેણે થોડા સમય પહેલા જ એક્ટિગમાંથી બ્રેક લીધો છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ સરોગસીની મદદથી પુત્રીને જન્મ આપ્યો છે. પોતાની પુત્રીનું નામ માલતી મેરી રાખ્યું છે.

આલિયા ભટ્ટે હાલમાં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. ચાલો એક નજર કરીએ એ સેલિબ્રિટી પર જે આલિયા-રણબીર પહેલા આ વર્ષે 2022માં માતા પિતા બન્યા છે.

































































