RCB vs GT IPL 2025 : ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યું
આજે 02 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
GTએ RCBને હરાવ્યું
ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યું, રધરફોર્ડે જોરદાર સિક્સર ફટકારી અપાવી જીત, બટલરની ફિફ્ટી, સાઈ સુદર્શનના 49 રન
-
જોસ બટલરની ફિફ્ટી
જોસ બટલરની ફિફ્ટી, ગુજરાત ટાઈટન્સને મેચ જીતવા 4 ઓવરમાં 29 રનની જરૂર
-
-
સાઈ સુદર્શન 49 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, સાઈ સુદર્શન 49 રન બનાવી આઉટ, જોસ હેઝલવૂડે લીધી વિકેટ
-
GTનો સ્કોર 50 ને પાર
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 ને પાર, સાઈ સુદર્શન-જોસ બટલરે બાજી સંભાળી
-
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ 14 રન બનાવી આઉટ, ભુવનેશ્વર કુમારે લીધી વિકેટ
-
-
GTને જીતવા 170 રનનો ટાર્ગેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને જીતવા 170 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં ટીમ ડેવિડે બે ફોર અને એક સિક્સર ફટકારી પરંતુ અંતિમ બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેવિડને ક્લીન બોલ્ડ કર્યો. RCBનો સ્કોર 20 ઓવર બાદ 169-8 રહ્યો.
-
લિવિંગસ્ટોન ફિફ્ટી ફટકારી આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સાતમો ઝટકો, લિયામ લિવિંગસ્ટોન ફિફ્ટી ફટકારી થયો આઉટ, મોહમ્મદ સિરાજે લીધી વિકેટ, સિરાજની ત્રીજી વિકેટ
-
કૃણાલ પંડયા સસ્તામાં આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને છઠ્ઠો ઝટકો, સાઈ કિશોરે કૃણાલ પંડયાને કર્યો કેચ આઉટ, સાઈ કિશોરે લીધી બીજી વિકેટ
-
RCBનો સ્કોર 100 ને પાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100 ને પાર, 6 વિકેટ પણ ગુમાવી
-
RCBની અડધી ટીમ પોવેલિયન ભેગી
100 રનની અંદર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની અડધી ટીમ પોવેલિયન ભેગી, સાઈ કિશોરે જીતેશ શર્માને કર્યો આઉટ, RCBને આપ્યો પાંચમો ઝટકો, રાહુલ તેવટીયાએ કર્યો કેચ, જીતેશ શર્મા 21 બોલમાં 33 રન બનાવી થયો આઉટ
-
બેંગ્લોરનો સ્કોર 70 ને પાર
જીતેશ-લિવિંગસ્ટોને ઈનિંગ સંભાળી, બેંગ્લોરનો સ્કોર 70 રનને પાર
-
ઈશાંત શર્માએ કેપ્ટન રજત પાટીદારને કર્યો આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ખરાબ શરૂઆત, 42 રનની અંદર ગુમાવી 4 વિકેટ, ટોપ ઓર્ડર ધ્વસ્ત, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ચોથો ઝટકો, ઈશાંત શર્માએ કેપ્ટન રજત પાટીદારને કર્યો આઉટ, RCB ફેન્સ નિરાશ, ગુજરાત ટાઈટન્સની મજબૂત બેટિંગ
-
બેંગલુરુને ત્રીજો ઝટકો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ત્રીજો ઝટકો, ફિલ સોલ્ટ 14 રન બનાવી થયો આઉટ, મોહમ્મદ સિરાજે લીધી વિકેટ, સિરાજની આ મેચમાં બીજી વિકેટ, બેંગલુરુની હાલત ખરાબ, ટોપ ઓર્ડર ધ્વસ્ત
-
સિરાજે પડિકલને કર્યો આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ માત્ર 4 રન બનાવી થયો આઉટ, મોહમ્મદ સિરાજે લીધી વિકેટ, બેંગ્લુરૂને બે ઓવરમાં બે ઝટકા, કોહલી બાદ પડિકલ આઉટ થતાં RCB દબાણમાં, ગુજરાત ટાઈટન્સની જોરદાર શરૂઆત
-
કોહલી સસ્તામાં આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, વિરાટ કોહલી માત્ર 7 રન બનાવી થયો આઉટ, અરશદ ખાને લીધી વિરાટની વિકેટ
-
ગુજરાતની ટીમમાં એક ફેરફાર
ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલે કાગીસો રબાડાની જગ્યાએ અરશદ ખાનને તક આપી છે.
-
ગુજરાતે જીત્યો ટોસ, RCB બેટિંગ ફર્સ્ટ
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા કરશે બેટિંગ
-
સુરેન્દ્રનગરના ચુડાની જિન મિલના માલિકોએ 30 થી વધુ ગામના લોકોનુ ફુલેકુ ફેરવ્યું !
સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના જિન માલિકોએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી ફરાર થયા હોવાની અરજી પોલીસ સ્ટેશને આપવામાં આવી છે. ખેડૂતોના ખરા પરસેવાની મહેનત પર ચૂનો લગાડી જિન માલિકો ફરાર થયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ચુડાની આબાદ કોટેક્ષ મિલના માલિક અને સંચાલકો સહિત 09 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે. 30 થી વધુ ગામના ખેડૂતો અને વેપારીઓ અને દલાલોના કરોડો રૂપિયા ફસાયા હોવાની વાત વહેતી થઈ છે. ઉઘરાણી કરવા જતા જિન સંચાલકો મોબાઇલ બંધ કરી ગુમ થઈ ગયા છે.
-
ડીસા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે SIT ની ભૂમિકા નક્કી કરાઈ
ડીસા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની ઘટનાની ઊડાણપૂર્વકની તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એસઆઇટીની રચના કરાઈ છે. મહેસુલ વિભાગના અધિકારી ભાવિન પંડ્યા સીટના અધ્યક્ષ રહેશે, તેમની સાથે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, એફએસએલ ડાયરેક્ટર એચપી સંઘવી તથા માર્ગ મકાન વિભાગના ચીફ એન્જિનિયર જે એ ગાંધીનો SITમાં સમાવેશ કરાયો છે. એસ આઈ ટી દ્વારા 15 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો રહેશે. અલગ અલગ આઠ મુદ્દા ઉપર આ ટીમને તપાસ કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે.
-
બોટાદના ગઢડાના ચિરોડા નજીકથી પિતા-પુત્રનું કરાયું અપહરણ, સાતમાંથી 3 આરોપી ઝડપાયા
ગઢડા તાલુકાના ચિરોડા ગામ નજીક પિતા, પુત્રનું અપહરણ થયુ છે. બે ઇકો કારમાં કુલ 7 લોકો દ્રારા અપહરણ કરાયું છે. અપહરણને લઈ રોડ પર પસાર થતા બોટાદ ડી.વાય.એસ.પી.ને, મહિલાએ સમગ્ર ઘટનાની હકીકત જણાવી. બોટાદ ડી.વાય.એસ.પી. એ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જિલ્લામાં નાકાબંધી કરતા અપહરણકર્તાની પકડમાંથી પિતા પુત્રને હેમખેમ છોડાવ્યા છે. અપહરણકર્તા કુલ 7 માંથી 3 ઝડપાયા 4 ફરાર અપહરણકર્તાને ઝડપી પાડવા પોલીસ કામગીરી શરૂ.
-
અમદાવાદ શહેર પોલીસે માર્ચ મહિનામાં 150 અસામાજિક તત્વોને કર્યા પાસા
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરી છે. માર્ચ મહિનામાં 150 અસામાજિક તત્વોની પાસા કરવામાં આવી છે. 33 જેટલા અસામાજિક તત્વોને તડીપાર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 267 વિરૂદ્ધ પાસા અને 40 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે.
-
ડીસા ફટાકડા બ્લાસ્ટ કેસમાં મૃતકના પરિવારજનોના ધરણા, જાણ બહાર જ મૃતદેહ મધ્યપ્રદેશ મોકલી દેવાયાનો આક્ષેપ
ડીસા ફટાકડાની ફેકટરીમાં ગઈકાલે થયેલ બ્લાસ્ટ કેસમા માર્યા ગયેલા 21 લોકોમાંથી કેટલાકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા કર્યા હતા. આ પરિવારજનોનો આક્ષેપ છે કે, તેમની જાણ બહાર જ તેમના સ્વજનનો મૃતદેહ બારોબાર મધ્યપ્રદેશ મોકલી દેવાયો છે. પિડીત પરિવારજનોની સાથે કોંગ્રેસના કેટલાક સ્થાનિક આગેવાનો પણ ધરણામાં જોડાયા છે.
-
AAPના પ્રભારી-સહપ્રભારી આવશે ગુજરાત, 13 એપ્રિલે વિસાવદરમાં યોજાશે મહાસંમેલન
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી, સહ પ્રભારી આવશે રાજ્યના પ્રવાસે. 8 એપ્રિલ થી 13 એપ્રિલ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાની મુલાકાતે આવશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને સહ પ્રભારી દુર્ગેશ પાઠક. ગુજરાત મુલાકાત દરમિયાન આ બન્ને નેતાઓ ગુજરાતના સંગઠનને લઈને ચર્ચા કરશે. 13 એપ્રિલે વિસાવદરમાં આમ આદમી પાર્ટી મહાસંમેલન યોજશે. વિસાવદરમાં વિધાનસભા પેટાચૂંટણીને લઈને મહા સંમેલન યોજવામાં આવશે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કર્યાં છે.
-
કિરણ રિજિજુએ કરી અપીલ
કિરણ રિજિજુએ કહ્યું કે બિલનો વિરોધ કરનારા પક્ષોને ભારે નુકસાન થશે. હું અન્ય પક્ષોને અપીલ કરીશ કે તેઓ કોંગ્રેસના ફાંદામાં ન ફસાવે.
-
જો બિલ લાવવામાં ન આવ્યું હોત, તો સંસદ ભવન પણ વકફ ઈમારત બની ગયું હોત – કિરણ રિજિજુ
લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફ બિલ રજૂ કરતા સમયે કહ્યું કે જો આજે બિલ લાવવામાં ન આવ્યું હોત તો સંસદ ભવન પણ વકફ ઈમારત બની ગયું હોત. વક્ફે સંસદ ભવન પર પણ દાવો કર્યો છે. યુપીએ સરકારે દિલ્હીમાં 123 મિલકતો વકફને આપી છે. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
-
અમદાવાદઃ વકફ સુધારા વિધેયકને લઈને વિરોધ
અમદાવાદઃ વકફ સુધારા વિધેયકને લઈને વિરોધ થઇ રહ્યો છે. SDPI કાર્યકરોએ બિલના વિરોધમાં સીદ્દી સૈયદની જાળી પાસે દેખાવો કર્યા. સરકાર બિલથી મુસ્લિમોની જમીન હડપવા માગતી હોવાનો દાવો છે. દેખાવો કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. બિલ સંવિધાન વિરોધી હોવાનો પણ SDPIના કાર્યકરોનો દાવો છે.
-
ખેડા: ઉનાળાને લઈ નડિયાદ મનપાની આરોગ્ય ટીમ સતર્ક
ખેડા: ઉનાળાને લઈ નડિયાદ મનપાની આરોગ્ય ટીમ સતર્ક બની છે. પેટલાદ રોડ પર ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું છે. રેસ્ટોરન્ટના કિચનમાં ખોરાક ખુલ્લામાં મુકાયેલો હોવાનું સામે આવ્યું. કિચનમાં ઠેર-ઠેર ગંદકી પણ મળી આવતા આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રેસ્ટોરન્ટના માલિકને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
-
મધ્ય પ્રદેશથી સ્વજનોનો મૃતદેહ લેવા પહોંચેલા પરિવારજનોમાં આક્રોશ
બનાસકાંઠા: ડીસામાં દીપક ટ્રેડર્સમાં બ્લાસ્ટનો કેસમાં મધ્ય પ્રદેશથી સ્વજનોનો મૃતદેહ લેવા પહોંચેલા પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડીસા સિવિલ હોસ્પિટલ બહાર પરિવારજનોએ હોબાળો કર્યો. રોકકળ કરતા પરિવારજનોને સંભાળવું પણ મુશ્કેલ બન્યુ. મૃતદેહોને ન જોવા દીધાનો પરિવારજનોનો આક્ષેપ છે. સત્વરે મૃતદેહ સોંપી કેસમાં ન્યાય કરવા પરિવારજનોની માંગ છે.
-
મધ્ય પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર પહોંચ્યા ડીસા
મધ્ય પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર ડીસા પહોંચ્યા અને નગરસિંહ ચૌહાણે પીડિત પરિવારોની મુલાકાત લીધી. બ્લાસ્ટના 21 મૃતકોનું પેનલ પીએમ કરાયું. પરિવારજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મૃતદેહોને લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ. 10 મૃતદેહોને મધ્ય પ્રદેશના દેવા રવાના કરાયા, તો હરદા જિલ્લાની ટીમ આવ્યા બાદ ત્યાં મૃતદેહો રવાના કરાશે. ગુજરાત પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સને મધ્ય પ્રદેશ પહોંચાડશે.
-
અમરેલી: હવે માત્ર રહેણાંક વિસ્તારોમાં જ નહીં ઘરમાં પણ સિંહના ધામા
અમરેલી: હવે માત્ર રહેણાંક વિસ્તારોમાં જ નહીં ઘરમાં પણ સિંહના ધામા જોવા મળી રહ્યા છે. રાજુલાના કોવાયા ગામમાં મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ. મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સિંહે હુમલાનો પ્રયાસ ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો પ્રયાસ કર્યો હતો. લોકોએ મહામુસીબતે સિંહને રહેણાંક મકાનની બહાર ખસેડ્યો.
-
ગીરસોમનાથઃ ઉનામાથી શંકાસ્પદ માખણ અને ઘીનો જથ્થો ઝડપાયો
ગીરસોમનાથઃ ઉનામાથી શંકાસ્પદ માખણ અને ઘીનો જથ્થો ઝડપાયો છે. LCBનાં કરિયાણાની દુકાનમાં દરોડા પાડી 132 કિલો માખણ અને 78 કિલો ઘી સીઝ કરાયું. 3 કેરબા, 1 વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. શંકાસ્પજ માખણ અને ઘીના ફૂડ અને સેફ્ટી વિભાગે સેમ્પલ લીધા. રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.
-
બનાસકાંઠાઃ ડીસા બ્લાસ્ટમાં આરોપી પિતા-પુત્રની ધરપકડ
બનાસકાંઠાઃ ડીસા બ્લાસ્ટમાં આરોપી પિતા-પુત્રની ધરપકડ થઇ છે. મુખ્ય આરોપી અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઈ છે. દીપક સિંધી સામે માનવ વધનો ગુનો નોંધાયો છે. LCBએ સાબરકાંઠાથી દિપક સિંધીને ઝડપી લીધો. લોકેશનના આધારે ફુવારા સર્કલ નજીકથી ધરપકડ કરી. હિંમતનગરમાં દિપક સિંધીની ફટાકડાની ફેક્ટરી હતી. ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ અને આગને લઇને 21 લોકોનાં મોત થયા, 19 મૃતકોની ઓળખ થઇ છે.
Published On - Apr 02,2025 7:21 AM





