Gujarati News » Photo gallery » Cinema photos » Pandit Shivkumar Sharma Funeral Photos: Pandit Shivkumar Sharma merged into Panchatatva, Son Rahul set fire to his father
પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા (Pandit Shivkumar Sharma) હવે આપણી વચ્ચે નથી. પંડિતજીનું મંગળવારે એટલે કે 10મી એપ્રિલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આજે પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો અને ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
આજે એટલે કે બુધવારે બપોરે 3 વાગ્યે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો અને ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
1 / 10
પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્મા હવે આપણી વચ્ચે નથી. પંડિતજીનું મંગળવારે એટલે કે 10મી એપ્રિલે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આજે પંડિત શિવકુમાર શર્માને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પિતાની અંતિમ વિદાયમાં પુત્ર રાહુલ શર્મા ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો.
2 / 10
પંડિત શિવકુમાર શર્મા 84 વર્ષના હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
3 / 10
પંડિત શિવકુમાર શર્માના નિધનથી દરેક લોકો શોકમાં છે. તેમના અંતિમ દર્શન માટે અનેક પ્રખ્યાત હસ્તીઓ પહોંચી હતી.
4 / 10
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પંડિતજીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. અમિતાભે પંડિતજીના પુત્ર રાહુલને સાંત્વના આપી.
5 / 10
અમિતાભ બચ્ચનની સાથે તેમની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન પણ પંડિત શિવકુમાર શર્માના અંતિમ દર્શને પહોંચ્યા હતા.
6 / 10
ફિલ્મી હસ્તીઓ ઉપરાંત પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન પણ પંડિતજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
7 / 10
આ દુ:ખની ઘડીમાં જાણીતા ગાયક રૂપ કુમાર રાઠોડ પણ હાજર રહ્યા હતા.
8 / 10
જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ પંડિત શિવકુમાર શર્માના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી.
9 / 10
અંતિમ સંસ્કાર પહેલા પંડિત શિવકુમારના મૃતદેહને તેમના મુંબઈના ઘરે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘણા સેલેબ્સ આવ્યા અને તેમના અંતિમ દર્શન કર્યા.