"ચાર લોગ કયા કહેંગે" આ વાત પર કથાકાર જયા કિશોરીનું નિવેદન

07 January, 2025

કથાકાર જયા કિશોરીને કોઈ ઓળખાણની જરૂર નથી.

દેશ અને દુનિયામાં કથાકાર જયા કિશોરીના ઘણા ફેન્સ છે.

તેઓ પ્રખર વકતા પણ છે, અને હાલની જનરેશન તેને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ જોવે છે.

જયા કિશોરીએ જીવન  જીવવા અંગે અનેક વાતો કહી છે.

મહત્વનું છે કે આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે, દુનિયામાં અન્ય લોકો શું વિચારે છે તેનો ડર લોકોને તેમનું જીવન સંપૂર્ણ રીતે જીવતા અટકાવે છે.

વાસ્તવમાં, બહુ ઓછા લોકો બીજાના મંતવ્યો પર ધ્યાન આપે છે, તેમ છતાં આ ડર લોકોને પરેશાન કરે છે.

જયા કિશોરીનો આ વીડિયો તમને તમારા ડર પર કાબુ મેળવવા અને જીવનને સંપૂર્ણ રીતે જીવવા પ્રેરીત કરે છે.

કિશોરી કહે છે કે ખરેખર આ ચાર લોકો શું કહેશે, તે વિચારી રહ્યા છો ? 

તેમણે કહ્યું કે આ વાત વિચારી લોકો એકબીજાને કંઈ કહેતા નથી.

તેમણે કહ્યું દરેક લોકો ટેન્શનમાં રહે છે કે કોણ શું કહેશે અને દરેકની આખી જીંદગી આ વાતમાં પસાર થઈ રહી છે, જે યોગ્ય નથી.