નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર

07 January, 2025

બાબા નીમ કરોલીના કરોડો ભક્તો છે. તેમને ભગવાન હનુમાનનો અવતાર કહેવામાં આવે છે.

નીમ કરોલી બાબાના કેંચી ધામ આશ્રમમાં દરરોજ હજારો ભક્તો આવે છે. ભક્તોનું કહેવું છે કે તેઓ અહીં આવીને રાહત અનુભવે છે.

એવું પણ કહેવાય છે કે બાબાની કૃપાથી તેમના ભક્તોની તમામ પરેશાનીઓનો અંત આવે છે.

બાબા નીમ કરોલીએ ડિપ્રેશનથી પીડિત લોકોને ત્રણ કામ કરવાની સલાહ આપી હતી. જેના કારણે ડિપ્રેશનને એક ક્ષણમાં દૂર કરી શકાય છે.

બાબા નીમ કરોલી કહેતા હતા કે ભૂતકાળ વિશે વધુ વિચારવું જોઈએ નહીં અને તેના વિશે વાત કરવી જોઈએ નહીં.

ચારે બાજુ નિરાશા હોય ત્યારે ભક્તિનો માર્ગ અપનાવવો જોઈએ. ભગવાનની કૃપા મેળવવાનો આ એકમાત્ર રસ્તો છે.

બાબા નીમ કરોલી કહેતા હતા કે પ્રેમ વિના મનુષ્યથી લઈને પશુ પંખીઓ સુધીના દરેક જીવનું જીવન અધૂરું છે. પ્રેમ એ જીવનનો આધાર છે.

નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે ફક્ત આઆપની જાણકારી માટે છે.