‘તારક મહેતા’ના રોશન સોઢીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ, હાલત જોઈને ચાહકો પરેશાન થયા
ટીવીનો મોસ્ટ ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર નિભાવી રહેલા ગુરુચરણ સિંહ હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાએ પોતાનો વીડિયો હોસ્પિટલમાંથી શેર કર્યો છે.જેને જોયા બાદ ચાહકો પરેશાન થઈ રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો મિસ્ટર રોશન સિંહ સોઢીના રોલથી ફેમસ થયેલો અભિનેતા ગુરુચરણ સિંહને લઈ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી સ્ટાર હોસ્પિટલમાં દાખલ છે. ગુરુચરણ સિંહે હોસ્પિટલના બેડમાંથી પોતાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોયા બાદ ચાહકો ચિંતત થઈ રહ્યા છે. મંગળવાર 7 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી તેમણે એક વીડિયો શેર કર્યો છે. આ સાથે હેલ્થ અપટેડ પણ આપ્યું છે. તારક મહેતા ફેમ અભિનેતાની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે સ્વસ્થ છે.
ગુરુચરણ સિંહે હોસ્પિટલમાંથી વીડિયો શેર કર્યો
ગુરુચરણ સિંહે હોસ્પિટલમાંથી પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેમણે પોતાની હાલત વિશે જણાવ્યું છે. વીડિયો શેર કરી તેમણે ગુરુ ગોવિંદ સિંહ સાહિબ જયંતીની શુભકામના પણ આપી છે. વીડિયોમાં તે કહે છે કે, હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. આ સાથે તેમણે કહ્યું જલ્દી તે જણાવશે કે, તેને શું થયું છે.
View this post on Instagram
અભિનેતાના ચાહકો થયા પરેશાન
વીડિયો પર કોમેન્ટ કરી અનેક યુઝર્સે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોએ ગુરુચરણ સિંહનું સ્વાસ્થ જોઈ ચિંતા જાહેર કરી છે. તો કેટલાકે અભિનેતાના ખબર-અંતર પુછ્યા કે, તે જલ્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે જાય. વીડિયોમાં ગુરુચરણ સિંહ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. તેના હાથમાં ડ્રિપ લાગેલી છે. તે હજુ બીમાર લાગી રહ્યો છે. તેમણે પોતાના વીડિયોમાં એ પણ જાણકારી આપી કે, તેને શું થયું છે અને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતાએ કહ્યું કે, તે જલ્દી આના વિશે જાણકારી આપશે.
અપહરણના સમાચારે સૌને ચોંકાવી દીધા
ગુરુચરણ સિંહે કેટલાક કારણોસર તારક મહેતા શો છોડી દીધો હતો. આ પછી તે લાઈમલાઈટથી દૂર રહ્યો. અભિનેતા ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની આર્થિક તંગીના સમાચાર બહાર આવ્યા હતા. આ પછી તેના અપહરણના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. જો કે, બાદમાં ગુરુચરણ સિંહે પોતે જ કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો અને થોડા સમય માટે દૂર હતો. હવે ફરી એકવાર તે પોતાની તબિયતને લઈને ચર્ચામાં છે.