IPL 2025 : હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો, આઈપીએલ 2025ની પહેલી મેચ નહીં રમે

IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે નહીં. હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

| Updated on: Jan 07, 2025 | 10:59 AM
 આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. ટીમ 10માંથી 4 મેચ જીતવામાં સફળ રહી હતી. એવું પણ લાગી રહ્યું છે કે, આઈપીએલ 2025માં પણ ટીમની શરુઆત સારી રહેશે નહિ.

1 / 7
 13 માર્ચથી શરુ થનાર આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમને એક ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા વગર ટીમ મેદાનમાં ઉતરશે. કારણ કે, હાર્દિક પંડ્યા ઉપર સ્લો-ઓવર રેટના કારણે એક મેચ પર પ્રતિબંધ લાગ્યો છે. જેના કારણે તે આઈપીએલની પહેલી મેચ રમશે નહિ.

2 / 7
નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ BCCI હવે કેપ્ટન અને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરે છે. પહેલી ભૂલ પર કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડે છે

3 / 7
જ્યારે બીજી ભૂલ પર તે વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે. જો ત્રીજી વખત ઓવર રેટનું ઉલ્લંઘન થાય છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે.

4 / 7
હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ નિર્ધારિત ઓવર પૂર્ણ કરી નથી. આ કારણે આઈપીએલ 2024માં હાર્દિકની આ ત્રીજી ભૂલ હતી. જેના કારણે તેના પર પ્રતિબંધ લાગ્યો છે.

5 / 7
તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને રિટેન કર્યા છે. હવે એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, આઈપીએલ 2025ની પહેલી મેચમાં હાર્દિક પંડ્યા હાજર નહિ હોય તો તેની ગેરહાજરીમાં ટીમની કમાન કોણ સંભાળશે.

6 / 7
હાર્દિક પંડ્યા પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આગામી સિઝન માટે મુંબઈએ 16.35 કરોડ રૂપિયા ખર્ચીને હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે.

7 / 7

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPLમાં મંબઇ ઇન્ડિયન્સ તરફથી 2015માં ડેબ્યૂ કર્યુ હતુ. હાર્દિક પંડ્યા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. તો હાર્દિક પંડ્યાના વધુ સમાચાર જોવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">