Kutch : બચાવ કામગીરીમાં રેસ્ક્યૂ ટુલ તૂટતા યુવતી ફરી બોરવેલમાં ખાબકી, બચાવવા હવે મેરેથોન રેસ્ક્યૂ ઓપરેશન

કચ્છના કંઢેરાઈ ગામે એક 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. 29 કલાકથી વધુ સમયથી ચાલતા બચાવ કાર્યમાં NDRF, BSF અને ફાયર વિભાગ જોડાયા છે. મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હુક તૂટી જતા યુવતી ફરી બોરવેલમાં ખાબકી હતી. હાલમાં યુવતી 100 ફૂટ દૂર છે અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2025 | 1:25 PM
કચ્છના કંઢેરાઈ ગામે એક 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે.  29 કલાકથી વધુ સમયથી ચાલતા બચાવ કાર્યમાં NDRF, BSF અને ફાયર વિભાગ જોડાયા છે.  મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હુક તૂટી જતા યુવતી ફરી બોરવેલમાં ખાબકી હતી.  હાલમાં યુવતી 100 ફૂટ દૂર છે અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે.

કચ્છના કંઢેરાઈ ગામે એક 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. 29 કલાકથી વધુ સમયથી ચાલતા બચાવ કાર્યમાં NDRF, BSF અને ફાયર વિભાગ જોડાયા છે. મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હુક તૂટી જતા યુવતી ફરી બોરવેલમાં ખાબકી હતી. હાલમાં યુવતી 100 ફૂટ દૂર છે અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે.

1 / 8
કચ્છવા કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલી યુવતીને અથાગ મહેનત સાથે બહાર કાઢવાનું કામ ચાલી રહ્યુ હતુ. જો કે મોડી રાત્રે યુવતીને બહાર કાઢતી વખતે હુક તૂટી ગયો હતો. બોરવેલમાં યુવતી માત્ર 60 ફૂટ દૂર હતી ત્યારે જ રેસ્ક્યુ સાધનનો હુક તૂટી જતા યુવતી ફરી બોરવેલમાં પડી હતી.

2 / 8
આજે વહેલી સવારથી જ યુવતીને બહાર કાઢવા ફરી પ્રયાસો હાથ ધરાયા છે. NDRF, BSF, ફાયર વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર હાલ યુવતી બોરવેલમાં 100 ફૂટના અંતરે છે,તેને ઝડપથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

3 / 8
સોમવારે સવારે 6:00 કલાકની આસપાસ યુવતી બોરવેલમાં પટકાઈ હતી. અંદાજે 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષની યુવતી પડી ગઈ હતી. માહિતી મળતા જ ભુજ અને ભચાઉ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતુ. NDRF, BSFની ટીમો પણ માહિતી મળતા રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી.

4 / 8
કેમેરાથી તપાસ કરતાં યુવતી બોરવેલમાં 490 ફૂટની ઊંડાઈએ હોવાના પુરાવા મળ્યા હતા. જે પછી યુવતીને બચાવવા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરાયા હતા. યુવતીનો શ્વાસ ન રુંધાય તે માટે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કરાયો હતો. બોરવેલ ફરતે લોખંડનું સ્ટ્રક્ચર બનાવી ખાસ પ્રકારનો ગાળિયો બોરવેલમાં ઉતારાયો છે.

5 / 8
યુવતીના ભાઈનું કહેવું છે કે તેની બહેન વહેલી સવારે બાથરૂમ માટે ગઈ હતી. પણ, પરત ન આવતા તપાસ કરતાં બોરવેલમાંથી "બચાવો બચાવો"ના અવાજ આવ્યા હતા. આખરે, યુવતીના ભાઈએ આ અંગે તેમના શેઠને વાત કરી હતી અને પછી આ અંગે તંત્રને માહિતી અપાઈ હતી.

6 / 8
યુવતીને બહાર કાઢવા માટે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. યુવતી બહાર નીકળવાથી માત્ર 60 ફૂટ દૂર હતી ત્યારે જ રેસ્ક્યુ સાધનનું હુક તૂટી જતા યુવતી ફરી પટકાઈને બોરવેલમાં 100 ફૂટ સુધી પહોંચી છે.

7 / 8
યુવતીના રેસ્ક્યુ માટે હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તો તેની સાથે જ 18 વર્ષની યુવતી બોરવેલમાં પટકાઈ કેવી રીતે તે દિશામાં પણ  તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે.

8 / 8
Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચાકી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમ્ખવાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">