Cycle Theft: અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Cycle Theft: અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

| Updated on: Jan 07, 2025 | 7:42 PM

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં સ્પોર્ટ્સ સાયકલ ચોરી થવાની ઘટના સામે આવી છે. એક ઇસમે રેકી કર્યા બાદ સાયકલ ચોરી કરી ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો હતો, જેના ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં સ્પોર્ટ્સ સાયકલ ચોરી થવાની ઘટના સામે આવી છે. એક ઇસમે રેકી કર્યા બાદ સાયકલ ચોરી કરી ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો હતો, જેના ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

અમદાવાદમાં ઓફીસ, દુકાન ઘરમાં તેમજ બાઈકોની ચોરી થવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યાર હવે સાયકલ ચોરીની ઘટના પણ અમદાવાદ શહેરમાં સામે આવી છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં 12 હજારની કિમતની સ્પોર્ટ્સ સાયકલની ચોરી થઇ છે, અને ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચોરટાઓની હિંમત તો એટલી વધી ગઈ છે કે, આજ કાલ છતે CCTV પણ તેની સામે જઈ ચોરીને અંજામ આપે છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના જશોદાનગરસ્થિત પુષ્કર રેસીડેન્સીના પાર્કિંગમાંથી સાયકલની ચોરી કરી ગઠીયો ફરાર થઇ ગયો હતો. સાયકલ ચોરી થવા અંગેની જાણ થતા ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક ઇસમ રેકી કર્યા બાદ સાયકલની ચોરી કરી ફરાર થઈ રહ્યો છે તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સ્થાનિકોએ CCTV માં ઝડપાયેલા ઇસમને લઈ એવું કહી રહ્યા છે કે આ આરોપી ચેઇન સ્નેચિંગને પણ અંજામ આપી રહ્યો છે. મહત્વનું છે કે આ બાબતે હજુ સુધી અધિકારીક પુષ્ટિ થઈ નથી.

g clip-path="url(#clip0_868_265)">