Surat : ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી, કલેક્ટર પાસેથી માગવામાં આવ્યા દસ્તાવેજી પુરાવા, જુઓ Video
સુરતના ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડનો મામલામાં CIDએ તપાસ તેજ કરી છે. પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. દસ્તાવેજી પુરાવા કલેકટર પાસેથી માગવામાં આવ્યા છે.
સુરતના ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડનો મામલામાં CIDએ તપાસ તેજ કરી છે. પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. દસ્તાવેજી પુરાવા કલેકટર પાસેથી માગવામાં આવ્યા છે. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર પ્રોપર્ટી કાર્ડ બનાવવા કોઈ અરજી નહીં થઈ હોવાનો ખુલાસો થયો છે. CIDએ સિટી સરવે કચેરી અને જિલ્લા પંચાયતમાંથી દસ્તાવેજ માગ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે CIDએ ગાંધીનગર નિયામકની કચેરીમાંથી દસ્તાવેજી પુરાવા માગ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જમીન કૌભાંડમાં 7 શખ્સોની સંડોવણી હોવાનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે ડુમસ ખાતે 2500 કરોડની જમીનના ખોટા પ્રોપર્ટી ટેક્સ બારોબાર બનાવીને વેચી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે 7 શખ્સોની સંડોવણી સામે આવી છે. જેમાં ડેટા એન્ટ્રી કરનાર સરકારી કર્મચારીની પણ સંડોવણી ખુલી છે. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારના નામ પણ સામે આવ્યા છે. 135 ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતા. સાઈલેન્ટ ઝોન સ્કીમ બનાવવાની વાત તપાસમાં સામે આવી છે. હાલ સમગ્ર મામલે CIDએ તપાસ તેજ કરી છે.