Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંકના નિયમોની ઐસી-તૈસી કરનાર ગુજરાતની 3 સહકારી બેંકોને લાખોનો દંડ ફટકારાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા પ્રયાસ કરે છે. એક અખબારી યાદીમાં ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકો પર દંડ લાદ્યો છે. ઉલ્લેખનીય છે કે આ 4 પૈકી 3 બેન્ક ગુજરાતની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2024 | 7:46 AM
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા પ્રયાસ કરે  છે.  એક અખબારી યાદીમાં ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકો પર દંડ લાદ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ 4 પૈકી 3 બેન્ક ગુજરાતની છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા પ્રયાસ કરે છે. એક અખબારી યાદીમાં ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકો પર દંડ લાદ્યો છે. ઉલ્લેખનીય છે કે આ 4 પૈકી 3 બેન્ક ગુજરાતની છે.

1 / 6
RBI એ જે બેંકો પર દંડ ફટકાર્યો છે તેમાં હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંક, મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંક, નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંક અને સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંકનો સમાવેશ થાય છે.

2 / 6
આરબીઆઈએ એક જણાવ્યું હતું કે નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, મહેસાણા જિલ્લા પંચાયત એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ બેંકને રૂપિયા 3 લાખ અને હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંકને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

3 / 6
નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે બેંકે ઇન્ટર-બેંક ગ્રોસ અને કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું.

4 / 6
નિવેદનમાં જણાવાયું છે કે મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંકે પ્રુડેન્શિયલ ઇન્ટર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું અને પાત્ર રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરી ન હતી તેથી બેંક પર દંડ લાદવામાં આવ્યો હતો.

5 / 6
તેવી જ રીતે, હાલોલ અર્બન કો-ઓપરેટીવ બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે બેંકે તે લોન મંજૂર કરી હતી જ્યાં બેંકના એક ડિરેક્ટરના સંબંધી ગેરેન્ટર તરીકે ઉભા હતા. અગાઉ રિઝર્વ બેંકે નિયમોનું પાલન ન કરવા બદલ ઘણી સહકારી બેંકોના લાઇસન્સ પણ રદ કર્યા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">