IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત, વાનખેડેમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2025 ની 12મી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 117 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને મુંબઈએ 43 બોલમાં માત્ર 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. પૂર્ણ કરી લીધો હતો. IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલી જીત છે.

આજે 31 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
IPL 2025માં મુંબઈની પહેલી જીત
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત, વાનખેડેમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું
-
મુંબઈએ કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું
સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી મુંબઈને અપાવી જીત, મુંબઈએ કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત
-
-
મુંબઈને બીજો ઝટકો
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, વિલ જેકસ 16 રન બનાવી આઉટ, આન્દ્રે રસેલે લીધી વિકેટ
-
રાયન રિકલ્ટનની ફિફ્ટી
રાયન રિકલ્ટને જોરદાર સિક્સર ફટકારી ફિફ્ટી પૂરી કરી, મુંબઈ જીતની નજીક
-
રોહિત શર્મા 13 રન બનાવી આઉટ
મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, રોહિત શર્મા 13 રન બનાવી આઉટ, આન્દ્રે રસેલે લીધી વિકેટ
-
-
રોહિત-રિકેલ્ટનની મજબૂત શરૂઆત
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ શરૂ, રોહિત શર્મા-રાયન રિકેલ્ટનની મજબૂત શરૂઆત, રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી
-
KKR 116 રનમાં ઓલઆઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સ 116 રનમાં ઓલઆઉટ, મુંબઈ ઈન્ડિયન્સને જીતવા 117 રનનો ટાર્ગેટ, મિચેલ સેન્ટનરે રમનદીપને કેચ આઉટ કરી લીધી અંતિમ વિકેટ, કોલકાતાનું ખરાબ બેટિંગ પ્રદર્શન, મુંબઈના બોલરોનું જોરદાર પ્રદર્શન, અશ્વિની કુમારે લીધી ચાર વિકેટ.
-
રોહિત શર્મા મેદાનમાં
ઈમ્પેક્ટ પ્લેયર તરીકે વિગ્નેશ પુથુરની જગ્યાએ રોહિત શર્મા મેદાનમાં
-
કોલકાતા નાઈટ રાઈડર્સને નવમો ઝટકો
કોલકાતા નાઈટ રાઈડર્સને નવમો ઝટકો, હર્ષિત રાણા 4 રન બનાવી આઉટ
-
અશ્વની કુમારની ચોથી વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો, રસેલ સસ્તામાં આઉટ, અશ્વની કુમારની ચોથી વિકેટ
-
રિંકુ સિંહ 17 રન બનાવી આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સની છઠ્ઠી વિકેટ પડી, રિંકુ સિંહ 17 રન બનાવી આઉટ
-
હાર્દિક પંડયાએ લીધી KKRની પાંચમી વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, કેપ્ટન હાર્દિક પંડયાએ રધુવંશીને કર્યો આઉટ, મુંબઈ મજબૂત સ્થિતિમાં, 8 ઓવર બાદ KKR નો સ્કોર 59-5
-
પાવરપ્લે બાદ KKRનો સ્કોર 41-4
પાવરપ્લેમાં કોલકાતાનું ખરાબ પ્રદર્શન, ટોપ ઓર્ડર ફ્લોપ, મુંબઈની મજબૂત બોલિંગ, સ્કોર 41-4
-
દીપક ચહરે લીધી વિકેટ
કોલકાતાને ચોથો ઝટકો, વેંકટેશ અય્યર માત્ર 3 રન બનાવી આઉટ, દીપક ચહરે લીધી વિકેટ
-
તિલક વર્માએ લીધો જોરદાર કેચ
કોલકાતાને ત્રીજો ઝટકો, કેપ્ટન અજિંક્ય રહાણે 11 રન બનાવી આઉટ, અશ્વની કુમારે મુંબઈને ત્રીજી સફળતા અપાવી, તિલક વર્માએ લીધો જોરદાર કેચ
-
ડી કોક 1 રન પર આઉટ
કોલકાતાને બીજો ઝટકો, ક્વિન્ટન ડી કોક 1 રન પર આઉટ, દીપક ચહરે મુંબઈને બીજી સફળતા અપાવી
-
કોલકાતાને પહેલો ઝટકો
કોલકાતાને પહેલો ઝટકો, સુનિલ નારાયણ 0 પર આઉટ, બોલ્ટે મુંબઈને પહેલી સફળતા અપાવી
-
ઈમ્પેક્ટ સબ્સ પ્લેયર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ : એનરિક નોરખિયા, અનુકુલ રોય, મનીષ પાંડે, વૈભવ અરોરા, લવનીથ સિસોદિયા.
-
ઈમ્પેક્ટ સબ્સ પ્લેયર્સ
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, કોર્બિન બોશ, રાજ બાવા, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ.
-
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11
ક્વિન્ટન ડી કોક, સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
-
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11
રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.
-
મુંબઈમાં 2 ફેરફાર
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. આજે વિલ જેક્સને ફરીથી તક આપવામાં આવી છે. આ ઉપરાંત, 23 વર્ષીય અશ્વિની કુમાર IPL માં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
-
મુંબઈએ ટોસ જીત્યો
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આનો અર્થ એ થયો કે કોલકાતાની ટીમ પહેલા બેટિંગ કરશે
-
સાણંદ વિરોચનનગર પાસે કેનાલમાં કાર ખાબકતા ઝૂંડાલના 3ના મોત
સાણંદના વિરોચનનગર નજીકની કેનાલમાં કાર ખાબકતા ત્રણના મોત થયા છે. મૃતક ત્રણેય જણા ગાંધીનગર ઝૂંડાલના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. ચેત્ર નવરાત્રીના પ્રથમ દિવસે, માતાજીના દર્શન કરવા ગયા હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. કારમાં કુલ પાંચ જણા સવાર હોવાનુ કહેવામાં આવ્યું છે. જેમાં આગળ બેઠેલા રાજુ અને જયરામ કાચ ખોલી બહાર નીકળ્યા હતા. જ્યારે પાછળની સીટ પર બેઠેલા બહાર ના નીકળી શકતા તેમના મોત થયા છે.
-
વડોદરામાં હીરા મસ્જિદની બહાર UCCના વિરોધમાં લાગ્યા બેનર
ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં લાગુ થવા જઈ રહેલા યુનિફોર્મ સિવિલ કોર્ડના વિરોધમાં, વડોદરામાં હીરા મસ્જિદની બહાર બેનર લાગ્યા છે. વડોદરાની પાણીગેટ નજીકની હીરા મસ્જિદમાં UCC નો વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં યુસીસીને કારણે નિકાહ, તલાક અને વિરાસત ખતરામાં હોવાનો ઉલ્લેખ કરાયો છે.
-
અમદાવાદમાં નોંધાયા 4437 પાલતુ શ્વાન, નોંધણી કરાવવા એક મહિનો મુદત લંબાવાઈ
અમદાવાદમાં પેટ રજીસ્ટ્રેશનની કામગીરી વધુ એક મહિનો લંબાવવામાં આવી છે. પેટ રજીસ્ટ્રેશનની નોંધણી કરાવવાની મુદત પૂર્ણ થઈ હતી, તેમાં વધુ એક મહિનો લંબાવાતા હવે 31 એપ્રિલ સુધીમાં પાલતુ શ્વાનના માલિકોએ તેમના શ્વાનની નોંધણી કરાવવી પડશે. આ નોંધણી ઓનલાઇન કરાવી શકાય છે. 31 માર્ચ સુધીમાં 4437 જેટલા પાળતુ ડોગનું રજીસ્ટ્રેશન થયું છે. પોમેરીયન, જર્મન શેફર્ડ અને લેબરાડોગ ગોલ્ડન રિટ્રેવર બ્રીડના ડોગ અમદાવાદીઓની પ્રથમ પસંદગી છે. 31 એપ્રિલ પેટનું રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. રેબીસ ફ્રી અમદાવાદ સીટી 2030 એક્શન પ્લાન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત તમામ પેટનું રજીસ્ટ્રેશન છે ફરજિયાત.
-
કરનાળીના કુબેર મંદિરનો વિવાદ વકર્યો, જૂના પૂજારીઓને મંદિરમાં પ્રવેશ ના અપાયાનો આક્ષેપ
તીર્થક્ષેત્ર કરનાળીના કુબેર મંદિરનો વિવાદ વકર્યો છે. મંદિરમાંથી છુટા કરાયેલા પૂજારીઓ નિજ મંદિરે પહોંચ્યા હતા. મંદિરે પહોંચેલા પૂજારીઓને ગર્ભ ગૃહમાં જતા અટકાવાયા હતા. છુટા કરાયેલા પૂજારી મંડળના સભ્યો દર્શન પૂજન માટે રોકવામાં આવતા યજ્ઞશાળામાં પ્રતીક્ષા ધરી બેઠા હતા. માત્ર દર્શન પૂજન અર્થે આવ્યા હોય છતાં પણ રોકવામાં આવ્યા હોવાનું પૂજારીએ જણાવ્યું હતુ.
ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળતા પૂજારીઓમાં દુઃખની લાગણી વ્યાપી છે. આ વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતાએ આપેલી સુખદ નિરાકરણ લાવવાની ખાતરીની પૂજારીઓ રાહ જોઈ રહ્યાં છે. અમાસની આગલી રાત્રે બાઉન્સરો દ્વારા પૂજારીઓને મંદિરની બહાર કરાયા હતા, જેનું ભારોભાર દુઃખ વ્યક્ત કર્યું છે. યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચેરિટી કમિશનર અને કોર્ટ રહે કાયદેસરની લડત ચલાવીશું તેમ પણ પૂજારીઓ જણાવ્યું હતું. ધારાસભ્ય જે વચન આપે છે તે નિભાવે છે જેથી અમને યોગ્ય નિરાકરણની ખાતરી છે
-
Kutch News : ગાંધીધામના મીઠી રોહર પાસે લાકડાના ગોડાઉનમાં આગ
કચ્છના ગાંધીધામના મીઠી રોહર પાસે વિકરાળ આગ લાગી છે. ટીમ્બર માર્ટના લાકડાના વિશાળ જથ્થામાં એકાએક આગ ફાટી નીકળી હતી. ગાંધીધામ-ભચાઉ હાઇવેની બાજુમાં આવેલી છે ટીમ્બર બિમ્સ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા છે.
-
આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે. રાજ્યમાં આજે ક્યાંક હિટવેવની સ્થિતિ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
-
અમદાવાદના બાપુનગરમાં રફતારનો કહેર
અમદાવાદના બાપુનગરમાં રફતારનો કાળો કહેર સામે આવ્યો છે. ઘટના છે બાપુનગરની જૂની પોસ્ટ ચોકી નજીકની કે જ્યાં પૂર ઝડપે આવતી કારે એક સાથે પાંચ લોકોને અડફેટે લીધા. પૂર ઝડપે આવેલી કારના કારણે રસ્તા પર પાંચ લોકો અડફેટે આવ્યા હતા જેમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. રફતારના કેરની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત પહેલા કારચાલકે પોતાના મિત્રો સાથે ઝઘડો કર્યો હોવાનું સામે આવ્યો છે. ઝઘડા બાદ કાર લઈને ભાગવા જતા અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થયો હતો.
-
ભરૂચઃ સતત ત્રીજા દિવસે મૃતદેહના અવશેષ મળ્યા
ભરૂચના ભોલાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. ભરૂચમાં સતત ત્રીજા દિવસે મૃતદેહના અવશેષ મળ્યા છે. ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો છે. શનિવારે ગટરમાંથી મસ્તક મળ્યું હતું. મૃતક અંગે હજુ પોલીસને કઇ જાણકારી મળી નથી.
-
સાબરકાંઠા: BZ કૌભાંડના પર્દાફાશ બાદ પણ હજુ વાહવાહી !
સાબરકાંઠા: BZ કૌભાંડના પર્દાફાશ બાદ પણ હજુ વાહવાહી ! વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હજુ કૌભાંડીના પ્રચાર પ્રસારમાં જોડાયેલા છે. સામાજિક વનીકરણ અધિકારીઓ દ્વારા કૌભાંડીની સંસ્થાનો સહયોગ મેળવાયો. સહયોગ મેળવી કૌભાંડી BZ નામની સંસ્થાનો આભાર પણ વ્યક્ત કરાયો. કૌભાંડ આચરનારો ભૂપેન્દ્ર ઝાલા જેલમાં છતાં અધિકારીઓ ભાન ભૂલ્યા. ભાન ભૂલી અધિકારીઓએ BZ સંસ્થાની પ્રશંસા કરી. વીડિયો બનાવી અધિકારીઓએ સો. મીડિયામાં શેર કર્યો.
-
અમદાવાદ: ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા ટુ-વ્હીલરમાં લાગી આગ
અમદાવાદ: ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા ટુ-વ્હીલરમાં આગ લાગી છે. અચાનક ભીષણ આગ લાગતા એકસાથે 34 ટુ-વ્હીલર બળીને ખાખ થયા. આઈ ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા ટુ-વ્હીલરમાં આગ લાગતા દોડધામ મચી છે. ઓઢવ રિંગરોડ પાસે ચોકી નજીક ડિટેઇન કરેલા ટુ વ્હીલર રખાયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આગ લાગી કે જાણી જોઈને લગાડવામાં આવી તે દિશામાં તપાસ શરૂ છે.
-
સુરત : ભેસ્તાનમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનાર 2 પકડાયા
સુરત : ભેસ્તાનમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના મામલામાં સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નવાઝ માણેક અને શાહનવાઝ વાઢાને જામનગરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીને વીડિયો કોલ કરી CBI અધિકારી તરીકે ઓળખ આપી હતી. પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું જણાવી ધરપકડ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ શિક્ષકને ધમકી આપી 20 લાખ રૂપિયા આપ્યા હતા.
-
આજથી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના વાતાવરણમાં આજથી પલટાના એંધાણ છે. આજથી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. 31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમીના એંધાણ છે. આજે નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું સર્જાશે.
-
સુરતમાં રત્નકલાકારોની હડતાળનો આજે બીજો દિવસ
સુરતમાં રત્નકલાકારોની હડતાળનો આજે બીજો દિવસ છે. 30 ટકા પગાર વધારો, ભાવ વધારાની માગને લઈ રત્નકલાકારો મેદાનમાં ઉતર્યા છે. રત્નદીપ યોજના લાગુ કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માગ છે. રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. 30 માર્ચે હડતાળનું રત્નકલાકારોએ એલાન કર્યું હતું. સરકારે કોઈ પગલાં ન લેતા રત્નકલાકારોએ હડતાળ શરૂ કરી.
-
અમદાવાદના ધંધુકામાં રાયકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, બેના મોત
અમદાવાદના ધંધુકામાં રાયકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યકિતઓના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. બે વ્યકિતઓ ઇજાગ્રસ્ત, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બે કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.
-
જૂનાગઢ: પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાની ધરપકડ
જૂનાગઢ: પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. પિતાએ જ સગીર પુત્રી પર આચર્યાનો આરોપ છે. આરોપી પિતા 1 માસથી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ છે. સગીર પુત્રીની માતાએ ફરિયાદ નોંધાવી. ભેંસાણ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published On - Mar 31,2025 7:24 AM





