આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

31 માર્ચ, 2025

સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ મોટી ડીલ કરી છે.

સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS) એ ભારતીય સેના અને વાયુસેના માટે 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)નો ઓર્ડર આપ્યો છે.

આ ડીલ રૂ. 62,700 કરોડની છે અને એચએએલને મળેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે.

આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર HALના બેંગલુરુ અને કર્ણાટકના તુમકુર પ્લાન્ટમાં બનાવવામાં આવશે.

કંપનીને મળેલા આ મોટા ઓર્ડરની અસર મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર પર જોવા મળી શકે છે.

આ ડિફેન્સ સ્ટોક ટ્રેડિંગ દરમિયાન વધીને 4294 થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે આ શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 5674.75 રૂપિયા છે.

HAL કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો HAL માર્કેટ કેપ 2.79 લાખ કરોડ રૂપિયા છે.