મિઝોરમના જંગલમાં શનિવારથી આગ લાગેલી છે. આ આગ લુંગલેઈ, સેરછિપ, લોન્ગટ્ટલાઈ અને હનથિયાલના જંગલો સુધી ફેલાઈ ગઈ હતી. જો કે હાલમાં આગ કાબૂમાં લેવાઇ ગઇ છે.
રવિવાર સુધી કેટલાક શહેરી વિસ્તાર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે કેટલાક લોકો સામાન લઇને રસ્તા પર આવી ગયા.
સ્થાનિક પ્રશાસનનું કહેવુ છે કે સદ્દનસિબે હજી સુધી આગને કારણે કોઈ જાનહાનિ નથી થઈ.
રાજ્યના 11માંથી પાંચ જિલ્લાઓ આગની ઝપેટમાં આવી ગયા છે. આગ બુઝાવવા માટે વાયુસેનાની મદદ લેવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગા સાથે વાત કરીને દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.
લ્વાંગલાઈ જિલ્લામાં 12 ઘરો આગની ઝપેટમાં આવી ગયા હોવાની જાણકારી પણ સામે આવી છે અને આ આગ રાજ્યના કુલ 110 ગ્રામ પંચાયતના ક્ષેત્રમાં ફેલાઇ હતી.
આગ લાગવાને કારણે જ્વાળામુખી ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.