Maha Kumbh 2025 : મહાકુંભમાં સાંસદ પૂનમબેન માડમે અમૃત સ્નાન કર્યું, જુઓ ફોટો
મૌની અમાવાસ્યાના અમૃત સ્નાનમાં સાડા સાત કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. આ સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ નગરી પહોંચ્યા હતા. આ દરમિયાન પૂનમબેન માડમે પણ અમૃત સ્નાન કર્યું હતુ.

મહાકુંભનું પહેલું અમૃત સ્નાન 14 જાન્યુઆરીના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે બીજું સ્નાન કરવામાં આવ્યું. આ દિવસે મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને શ્રદ્ધાથી સ્નાન કરીને તેમને અમૃત સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થયું હતું, જામનગરના સાંસદ પૂનમબેન માડમે અમૃત સ્નાન કર્યું હતુ.

હવે મહાકુંભના ત્રણ મહાસ્નાન બાકી છે,જેમાંથી ત્રીજું અમૃત સ્નાન વસંત પંચમીના દિવસે કરવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિને જીવનના તમામ દુ:ખો અને પાપોમાંથી મુક્તિ મળે છે.

મહાકુંભમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા મૌની અમાવાસ્યાના અમૃત સ્નાનમાં સાડા સાત કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. આ સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ નગરી પહોંચ્યા હતા.મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં અંદાજે 28 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે.

પૂનમબેન માડમ જામનગરથી લોકસભાના સાંસદ છે. અગાઉ, તેઓ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં પૂનમબેન કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા સામે 620049 મતોથી જીત્યા હતા.

મૌની અમાવાસ્યાના દિવસે પૂનમબેન માડમ પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા.સાંસદ પૂનમ બેન માડમે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.

મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે, ગંગા-યમુના- સરસ્વતિ નદીઓના પાવનકારી મહાસંગમમાં સ્નાન એ મહાકુંભ ૨૦૨૫નો વિશેષ અવસર છે,

તેમાંય મહત્વપૂર્ણ તિથિ, મૌની અમાવસ્યાના દિવસે, ગ્રહ મંડળના અલૌકિક સાયુજ્ય સમયે, મહાકુંભ મેળાના માત્ર ત્રણ અમૃત સ્નાનમાંના એક એવા આ અનન્ય પુણ્ય પ્રદાન કરનારા દિવસે, અમૃત સ્નાનનો લ્હાવો એ જલ, પૃથ્વી, વાયુ અને આકાશ મહાભૂતના સાયુજ્યના સાક્ષાત્કારના અવસર સમાન બની રહ્યો.
પૂનમબેન માડમે પ્રયાગરાજમાં અમૃત સ્નાન કર્યું હતુ.પૂનમબેન માડમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































