Surendranagar : લીંબડીના રળોલ ગામે મકાન અને પિકઅપ વાનમાં લાગી ભીષણ આગ, 3 લોકો બળીને ભડથું, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર સુરેન્દ્રનગરના લીંબડીના રળોલ ગામે આગ લાગવાની ઘટના બની હતી. સુરેન્દ્રનગરના રળોલ ગામે આગની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર સુરેન્દ્રનગરના લીંબડીના રળોલ ગામે આગ લાગવાની ઘટના બની હતી. સુરેન્દ્રનગરના રળોલ ગામે આગની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જો કે હજી પણ મૃત્યુઆંક વધી શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
આગમાં 3 લોકોના મોત
લીંબડીના રળોલ ગામે પિકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગી હતી. મકાન પાસે ડિઝલના કેરબા ઉતારતા આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં બાળકો અને વૃદ્ધા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જો કે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
જેતપુરમાં કાપડના ગોડાઉનમાં લાગી હતી આગ
બીજી તરફ ગઈકાલે રાજકોટના જેતપુરના વેકરિયા ઉદ્યોગનગરમાં આગ લાગી હતી. જેતપુરના ઉદ્યોગનગ ખાતે આવેલા અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટે જોવા મળ્યા હતા. જેતપુરના 3 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ધોરાજીના ફાયર ફાયટર પણ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન હાથ ધર્યો હતો.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
