AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુલ્લુ મનાલીમાં વરસાદ-હિમવર્ષાને કારણે આવ્યુ પૂર, જુઓ તબાહીની તસવીરો

વાતાવરણમાં આવેલા પલટાને કારણે, કુલ્લુમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ અને કુલ્લુના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જ્યારે કુલ્લુના નીચેના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે આવેલા પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. અનેક વાહનો કાદવ અને પૂરમાં તણાઈ આવેલા કાટમાળ હેઠળ દટાઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2025 | 6:44 PM
હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં ફેરફારને કારણે કેટલીક જગ્યાએ હિમવર્ષા તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે. કુલ્લુ મનાલીમાં કુદરતે એવું રૂપ બતાવ્યું છે કે રુંવાટા ઊભા થઈ જાય. કુલ્લુમાં ભારે વરસાદને કારણે સરવરી નાળુ ઓવરફ્લો થવાને કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. એટલું જ નહીં, કુલ્લુના ગાંધી નગરમાં જ પૂરની સાથે ધસી આવેલ કાદવ અને કાટમાળમાં વાહનો દટાઈ ગયા.

1 / 6
સરવરી નાળામાં વહેતા પાણીમાં ભારે ઉછાળો આવ્યો છે. નદીના પાણી બાજુની ઝૂંપડપટ્ટીમાં પ્રવેશ્યા છે. આ ઉપરાંત ધાલપુરમાં હોટલ સરવરી પાછળની દિવાલ તુટવાને કારણે તમામ પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. અખાડા બજારમાં પણ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા, જેના કારણે લોકોના ઘરોમાં રાખેલો સામાન બગડી ગયો હતો.

2 / 6
વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂસ્ખલન પણ થયું છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાને કારણે ઈલેક્ટ્રીક વાયર પણ તૂટી ગયા છે. બંજર, મણિકરણ, ગડસા સહિત મનાલીના અનેક ગામો અંધકારમાં ડૂબી ગયા છે.

3 / 6
વરસાદને જોતા કુલ્લુમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતને જોતા જિલ્લા પ્રશાસને પણ જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને વરસાદ બંધ થતાં જ રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કરવા સૂચના આપી છે.

4 / 6
કુલ્લુના ડીસી તોરુલ એસ રવીશે કહ્યું કે ઘાટીમાં ખરાબ હવામાનને જોતા શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. ખીણમાં હવામાન સાફ થતાં જ તમામ રસ્તાઓ પુનઃસ્થાપિત થઈ જશે. આ ઉપરાંત વિભાગના અધિકારીઓને વિજ વ્યવસ્થાને ઠીક કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

5 / 6
કુલ્લુ મ્યુનિસિપલ કાઉન્સિલના કાર્યકારી અધિકારી અનુભવ શર્માએ કહ્યું કે, અમને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની માહિતી મળી છે. અખાડા વિસ્તારમાં અવરોધ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સુલતાનપુર પેલેસ તરફ જતો રસ્તો પણ બંધ છે.

6 / 6

હવામાનને લગતા અન્ય સમાચાર જાણવા માટે તમે અમારા હવામાનને લગતા ટોપિક પર ક્લિક કરો. 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">