Panchmahal : ST બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 15 લોકો થયા ઈજાગ્રસ્ત, જુઓ Video
પંચમહાલમાં ST બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ડમ્પરચાલેક અચાનક બ્રેક લગાવતા પાછળ આવી રહેલી ST બસ અથડાઈ હતી. ફતેપુરાથી સુરત તરફ જતી ST બસને અકસ્માત નડ્યો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરી એક વાર પંચમહાલમાં અકસ્માત સર્જાયો છે. પંચમહાલમાં ST બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ડમ્પરચાલેક અચાનક બ્રેક લગાવતા પાછળ આવી રહેલી ST બસ અથડાઈ હતી.
ફતેપુરાથી સુરત તરફ જતી ST બસને અકસ્માત નડ્યો છે. બસના ડ્રાઈવરનો પગ સ્ટેરિંગમાં ફસાતા ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરાયું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટસ ખસેડાયા હતા.
અકસ્માતમાં 15 લોકો થયા ઈજાગ્રસ્ત
પંચમહાલમાં હાઈવે પરથી પસાર થતી બસની આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક લગાવતા ડમ્પરના પાછળના ભાગે બસ અથડાઈ. બસ ડમ્પરમાં ઘૂસી જતા બસનો ચાલક ગંભીર રીતે ફસાઈ ગયો હતો.જેને લઈ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરાયું હતું. અકસ્માતમાં 15થી વધુ મુસાફરો અને ડ્રાઈવરને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
