Chandrakala recipe : હોળી સ્પેશિયલ રેસિપી ચંદ્રકલા ઘરે જ બનાવો, આ રહી સરળ ટીપ્સ
હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. હોળી પર લોકો અવનવી વાનગીઓ બનાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને બજારમાં મળતી ચંદ્રકલા ઘરે સ્વાદિષ્ટ કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.

હોળી સ્પેશિયલ ચંદ્રકલા ઘરે બનાવવા માટે મેંદો, ઘી, માવો, સોજી, ખાંડ, ડ્રાયફ્રુટ, તજ, લવિંગ, ઈલાયચી, ઘી, કિશમિશ, કેસર, ઈલાયચી પાઉડર સહિતની તમામ સામગ્રીની જરુર પડશે.

ચંદ્રકલા બનાવવા માટે સૌથી પહેલા મેંદાના લોટને ચાળી તેમાં ઘી ઉમેરો ત્યારબાદ તેમાં જરુર મુજબ થોડુ થોડુ પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે બાંધેલા લોટને 20 મિનિટ ઢાંકીને મુકી દો.

સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં ઘી લો. તેમાં માવો ઉમેરી બરાબર શેકી પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ નારિયેળની છીણ, લવિંગ, તજને શેકી તેમાં શેકેલો માવો ઉમેરી તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં જો જરુર પડે તો દૂધ ઉમેરો.

હવે લોટની નાની નાની પૂરી વણી તેમાં સ્ટફિંગ મુકી તેના પર એક પૂરી રાખી અને પ્રેસ કરી દેવું ત્યારબાદ કિનારી પર પાણી લગાવી કાંગરી જેવી ડિઝાઈન બનાવી લો.

હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય ત્યારે તેમાં ધીમી આંચ પર ચંદ્રકલા તળી લો. તેની ફેરવતા જવું અને બધી બાજુથી સારી રીતે તળાઈ જાય તેનું ધ્યાન રાખવું. આ સાથે જ ધ્યાન રાખવુ કે ચંદ્રકલા તળતી વખતે ખુલી ન જાય.

હવે એક પેનમાં ખાંડ લો. ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દોઢ તારની ચાસણી તૈયાર કરો. ચાસણીમાં ઈલાયચી અને કેસર નાખી ચાસણી ઠંડી પડે એટલે તળી લો. હવે તમે આ ચંદ્રકલા સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.






































































