Rajkot : પાયલ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલમાં CCTVકાંડ ? મેડિકલ સ્ટોરમાંથી મળ્યો સીસીટીવી કંટ્રોલરુમ, જુઓ Video
રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV કાંડ બાદ રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી નિયમોના ખુલ્લા ધજાગરા ઉડાવતી શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી CCTVનો કંટ્રોલ રુમ મળી આવ્યો છે. મેડિકલ સ્ટ્રોર માંથી CCTVનો કંટ્રોલ રુમ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV કાંડ બાદ રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી નિયમોના ખુલ્લા ધજાગરા ઉડાવતી શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી CCTVનો કંટ્રોલ રુમ મળી આવ્યો છે. મેડિકલ સ્ટ્રોર માંથી CCTVનો કંટ્રોલ રુમ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં CCTVકાંડ ?
દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા CCTV જોવા મળ્યાં હતા. ઈન્જેકશન અને સારવાર લેતા દર્દીઓ CCTVમાં કેદ થયા હતા. મેડિકલ સ્ટોરમાં CCTVનો કંટ્રોલ રુમ કેવી રીતે બનાવવામાં આવ્યો ? જેવા અનેક સવાલો ઉભા થયા છે. દર્દીઓના CCTV લીક થાય તો જવાબદાર કોણ ? શાંતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનો ભંગ થયો કે નહીં તે મોટો સવાલ છે. મેડિકલ સ્ટોરનું લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટ પણ સ્ટોરમાં હાજર નથી.
પોર્ટલમાંથી તબીબનું નામ હટાવ્યું છતા 24 સર્જરી કર્યોનો ખુલાસો
રાજકોટ ખાતે આવેલી શાંતિ હોસ્પિટલને મનપાએ 23.15 લાખનો દંડ ફટકાર્યો છે. મનપા અને વીમા કંપનીની ટીમની તપાસમાં બેદરકારીઓ સામે આવી છે. PMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ છે. હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા તબીબો હાજર ન મળતા કાર્યવાહી કરવામાં આવી છે. પોર્ટલમાંથી તબીબનું નામ હટાવાયું છતાં તેના દ્વારા 24 સર્જરી કર્યાનો ખુલાસો થયો છે. GPCBનું સર્ટિફિકેટ એક્સ્પાયર છતાં રીન્યુ માટે અરજી ન કર્યાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ બેદરકારી છતી થઈ છે. એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકાયા હોવાનું પણ સામે આવ્યું હતુ.

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
