Cheapest Gun: આ છે ભારતની સૌથી સસ્તી બંદૂકો, જાણો કેટલામાં મળી જશે
જો આપણે સૌથી સસ્તી બંદૂક વિશે વાત કરીએ, તો અહીં નીચે આપેલી બંદૂકો સસ્તામાં મળી શકે છે, પણ તમને જણાવી દઈએ ગમે તે વસ્તુની કિંમત બદલાતી રહે છે આથી મળતા રિપોર્ટ મુજબ અહીં અમે કિંમત લખી છે .

દુનિયાભરના લોકો બંદૂક રાખવાના શોખીન છે. જો તમને પણ બંદૂકનો શોખ છે તો આ સ્ટોરી તમારા માટે છે. ભારતમાં બંદૂકની કિંમત મોટાભાગે તેના પ્રકાર, બ્રાન્ડ અને લાઇસન્સિંગ પ્રક્રિયા પર આધારિત છે. ભારતમાં બંદૂક ખરીદવા માટે તમારે લાયસન્સની જરૂર છે, અને પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ હોઈ શકે છે.

જો આપણે સૌથી સસ્તી બંદૂક વિશે વાત કરીએ, તો અહીં નીચે આપેલી બંદૂકો સસ્તામાં મળી શકે છે, પણ તમને જણાવી દઈએ ગમે તે વસ્તુની કિંમત બદલાતી રહે છે આથી મળતા રિપોર્ટ મુજબ અહીં અમે કિંમત લખી છે .

22 બોર રાઇફલ્સ કે શોટગન : સૌથી સસ્તી બંદૂકો સામાન્ય રીતે 22 બોરની રાઈફલ હોય છે. આ નાની બોરની રાઈફલ્સ છે અને તેની કિંમત ₹40,000 થી ₹60,000 ની વચ્ચે હોઈ શકે છે. આ રાઈફલ્સનો ઉપયોગ મોટે ભાગે પક્ષીઓના શિકાર, શૂટિંગ અથવા લક્ષ્ય પ્રેક્ટિસ માટે થાય છે.

ઈમ્પોર્ટેડ શોટગન : શોટગન્સ એક સસ્તું વિકલ્પ પણ હોઈ શકે છે અને કેટલીક શોટગન ₹50,000 થી ₹70,000માં મળી શકે છે. તેનો ઉપયોગ ખાસ કરીને પક્ષીઓના શિકાર માટે થાય છે

નોન-રેસિડેન્સ કે ખાનગી બ્રાન્ડ્સ : ભારતમાં કેટલીક સ્થાનિક અથવા ખાનગી બ્રાન્ડ્સ પણ છે જ્યાં સસ્તી બંદૂકો બનાવવામાં છે. જેની કિંમતો ₹30,000 થી ₹50,000 ની વચ્ચે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે SIS અને સુદર્શન જેવી કંપનીઓ નાની બોરની રાઈફલો બનાવે છે જે સસ્તી હોય છે.

સ્મેલ બોર રિવોલ્વર: જો તમારે માત્ર ઘરના સંરક્ષણ માટે બંદૂક જોઈએ છે, તો સ્મોલ બોરની રિવોલ્વર પણ સસ્તો વિકલ્પ બની શકે છે. તેમની કિંમત લગભગ ₹40,000 છે.
જનરલ નોલેજને લઈને અમે અગાઉ પણ ઘણી માહિતી તમારી સાથે શેર કરી છે જે જાણવા માટે અહીં ક્લિક કરો
