AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : પાકિસ્તાનમાં આ ખેલાડીની કેપ્ટનશિપની કરિયરનો અંત, ટીમની હાર બાદ આપ્યું રાજીનામું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ત્રણ ટીમો ગ્રૂપ સ્ટેજની મેચો પૂરી થાય તે પહેલા જ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં યજમાન પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ તેમજ બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આમાંથી એક ટીમના કેપ્ટને રાજીનામું ધરી દીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2025 | 9:27 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ પ્રથમ કેપ્ટનનો ભોગ લેવામાં આવ્યો છે. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડની ટીમના ખરાબ પ્રદર્શન બાદ બટલરે આ નિર્ણય લીધો છે.

1 / 6
ઈંગ્લેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાંથી બીજી હાર અફઘાનિસ્તાન જેવી નાની ટીમ સામે થઈ હતી. આ હાર સાથે જ ઈગ્લેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ગ્રુપ મેચ, શનિવારે રમાય તે પહેલા બટલરે સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે.

2 / 6
શુક્રવારે 28 ફેબ્રુઆરીએ, ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજના અંત પહેલા, ઇંગ્લેન્ડના કેપ્ટન બટલરે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના નિર્ણયની જાહેરાત કરી. બટલરનો આ નિર્ણય ટીમની છેલ્લી મેચના એક દિવસ પહેલા આવ્યો છે. ટૂર્નામેન્ટમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી ઈંગ્લેન્ડની ટીમ તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. જો કે આ મેચમાં બટલર છેલ્લી વખત ઈંગ્લેન્ડની કમાન સંભાળશે. બટલરે 2022માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી. જો કે, બટલરે સ્પષ્ટ કર્યું કે તે બંને ફોર્મેટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે, જો કે કોચ મેક્કુલમ તેને પસંદ કરવા માંગે.

3 / 6
બટલરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નિર્ણય ટીમ અને તેની પોતાની સુખાકારી માટે સારો છે અને નવા કેપ્ટન આગામી સમયમાં કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે મળીને ટીમને આગળ લઈ જશે. બટલરે એ પણ સ્વીકાર્યું કે તેનું સુકાનીપદનું ભવિષ્ય આ ટુર્નામેન્ટના પરિણામ પર નિર્ભર છે અને કોચ મેક્કુલમ સાથે મળીને તે પોતાનું સ્થાન બદલવાની આશા રાખતો હતો પરંતુ આવું થઈ શક્યું નહીં અને ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ જતાં તેણે કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય કર્યો.

4 / 6
જોસ બટલરે 2022માં ઈંગ્લેન્ડની પૂર્ણકાલીન કેપ્ટનશીપ સંભાળી હતી. અનુભવી સુકાની ઇઓન મોર્ગનની નિવૃત્તિ બાદ તેણે ટીમને આગળ ધપાવી હતી અને તેની કેપ્ટનશીપ હેઠળ એક મોટી ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. તેની કેપ્ટનશિપમાં જ ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ 2022 જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ ત્યારપછી ઈંગ્લેન્ડનું પ્રદર્શન સતત લથડતું રહ્યું.

5 / 6
વર્લ્ડકપ 2023માં ટીમ પહેલા રાઉન્ડમાં જ ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ હતી, જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024માં તે સેમીફાઈનલ રમી હતી પરંતુ ત્યાં ટીમ ઈન્ડિયા દ્વારા હારીને બટલરે બંને ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આનો અર્થ એ થયો કે ODI સિવાય તે T20માં પણ ટીમનો કેપ્ટન નહીં હોય. તેમની કપ્તાની હેઠળ, ઇંગ્લેન્ડે આ બંને ફોર્મેટમાં 95 મેચ રમી હતી, જેમાંથી ટીમ માત્ર 44 જીતી હતી, જ્યારે તે 47 હારી હતી. ચાર મેચ અનિર્ણિત રહી હતી.

6 / 6

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">