IND vs NZ : ICC ટૂર્નામેન્ટમાં કોનું પલડું ભારે, આંકડા જોઈને કપ્તાન રોહિત ટેન્શનમાં આવી જશે!
આઈસીસી ટૂર્નામેન્ટમાં જ્યારે પણ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આમને-સામને હોય છે. ત્યારે ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળે છે. ન્યુઝીલેન્ડની ટીમ એક એવી ટીમ છે. જેમણે આઈસીસી ટૂર્નામેન્ટમાં હંમેશા ભારતીય ટીમને પરેશાન કરી છે.

2 માર્ચ એટલે કે, આજે રવિવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025ની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમાશે. ગ્રુપ એમાંથી ભારત અને ન્યુઝીલેન્ડ બંન્ને ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

હવે છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં બંન્ને ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર માટે લડી રહી છે. જે પણ ટીમ આ મેચ જીતશે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે.

ભારત માટે આ મેચ જીતવી સરળ નહિ હોય. ન્યુઝીલેન્ડની ટીમ એક એવી ટીમ છે. જે હંમેશા આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતને પરેશાન કરે છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યુઝીલેન્ડનો રેકોર્ડ જોઈએ તો કીવી ટીમનું પલડું ભારે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ આઈસીસી ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 14 વખત આમને-સામને આવી છે. જેમાંથી ભારતીય ટીમને 5 વખત જીત મળી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 9 વખત જીતી છે.

આઈસીસી ઈવેન્ટની છેલ્લી 5 મેચમાં બંન્ને ટીમના પ્રદર્શનની વાત કરીએ તો મેચ બરાબરી પર રહી છે.છેલ્લી પાંચ મેચમાંથી 2 મેચ ભારતે જીતી છે. તો 2 મેચ ન્યુઝીલેન્ડે જીતી છે. એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે 2023 ODI વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ICC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કર્યો હતો, જ્યાં ભારતે જીત મેળવી હતી અને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































