Womens Health : સ્ત્રીઓમાં મેનોપોઝ સાથે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે, જાણો કારણ
મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન શારીરિક બદલાવની સાથે સાથે માનસિક પરિવર્તન પણ જોવા મળે છે. કેટલીક વખત મેનોપોઝના કારણે મહિલાઓ ડિપ્રેશનનો શિકાર પણ થાય છે. તો ચાલો આજે જાણીએ મેનોપોઝ દરમિયાન મહિલાઓનું માનસિક સ્વાસ્થ કેવી રીતે પ્રભાવિત થાય છે અને આનાથી કેવી રીતે બચી શકાય છે.

મહિલાઓના શરીરમાં મેનોપોઝ દરમિયાન હાર્મોનલ પરિવર્તન થાય છે. જેના કારણે તેના શારીરિક બદલાવ સિવાય માનસિક બદલાવ પણ જોવા મળે છે. મોટાભાગની મહિલાઓ મેનોપોઝલ ડિપ્રેશન દરમિયાન તણાવ અને ચિંતા યાદશક્તિ ગુમાવવી અને કામ પણ ફોકસ કરવાની તકલીફ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

જર્નલ ઓફ ક્લિનિકલ એડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમ અનુસાર પેરિમેનોપોઝ દરમિયાન શરીરમાં પ્રોજેસ્ટેરોન અને અસ્ટ્રાડિયોલ જે એસ્ટ્રોજેનનું સૌથી શક્તિશાળી રુપ છે.જેમાં ફેરફાર આવે છે.જે ડિપ્રેશનના લક્ષણોમાં વધારો કરે છે. મેનોપોઝ દરમિયાન એસ્ટ્રોજનના ઓછા સ્તરને કારણે, બાયપોલર ડિસઓર્ડર અને સ્કિઝોફ્રેનિયા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આ કારણે મહિલાઓનો સ્વભાવ ચિડયાતો થઈ જાય છે, તણાવ તેમજ પુરતી ઊંઘ પણ આવતી નથી. આ સિવાય કોઈ કારણોસર રડવું જેવા લક્ષણો જોવા મળે છે.હાર્મોનમાં બદલાવ આવવાથી શરીરમાં કમજોરી, થાક અને તણાવ વધી જાય છે. તે સમયે મેગ્નીશિયમ રિચ ફુડ્સનું સેવન કરવાથી ચિંતા અને અનિદ્રા દૂર થવા લાગે છે. આ સિવાય પ્રોટીન અને હેલ્ધી ફેટ્સથી ભરપુર ડાયટ લેવું જોઈએ, જેનાથી હાડકાં મજબુત બને છે અને મોટાપાની સમસ્યા પણ ઓછી થાય છે.

મેનોપોઝ દરમિયાન મહિલાઓને ઊંઘ પુરતી ન થવાથી તણાવનો સામનો કરવો પડે છે. જેના માટે મેન્ટલ હેલ્થને બુસ્ટ કરવા માટે 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. જેનાથી ગુસ્સાની સમસ્યા દુર થાય છે. આ સાથે આખો દિવસ એક્ટિવ રહેવાથી શરીરમાં હેપ્પી હોર્મોન પણ રિલીઝ થાય છે.

તેમજ સવાર અને સાંજ મેડિટેશન અને કસરત કરવી જોઈએ. જેનાથી મેન્ટલ અને ઈમોશનલ હેલ્થને બુસ્ટ કરી શકાય છે. 30 મિનિટ કસરત કરવાથી શરીરમાં એનર્જીનું સ્તર પણ વધવા લાગે છે.એકલાપણું, ચિંતા,મેનોપોઝલ ડિપ્રેશન અને તણાવનું કારણ બનવા લાગે છે. આ સમયે તમારા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો બહાર ફરવાનો પ્લાન બનાવો.

દિવસભર ઓફિસ અને ઘરની જવાબદારીઓ નિભાવવા ઉપરાંત, તમારા માટે સમય કાઢો અને તમારું મનપસંદ કામ કરો. ચિત્રકામ હોય, સંગીત હોય કે રસોઈ, તમારી પસંદગીની પ્રવૃતિ કરો.આનાથી તમે તણાવથી બચી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.જો મેનોપોઝ દરમિયાન સમસ્યા ગંભીર હોય તો ડૉક્ટરની સલાહ લો.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































