Breaking News : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે કિલકારી ગુંજશે, ચાહકોને આપ્યા ગુડન્યુઝ
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે કિલકારી ગુંજશે. બંન્ને સ્ટારે ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નાનું મહેમાન આવશે. આ કપલે ચાહકો સાથે આ ગુડન્યુઝ શેર કર્યા છે.લગ્નના લગભગ બે વર્ષ પછી, કિયારા અડવાણીએ ચાહકો સાથે ખુશખબર શેર કરી છે કે તે માતા બનવા જઈ રહી છે.

તેણે ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. આ સાથે, કોમેન્ટ બોક્સમાં લોકો બંન્નેને શુભકામના પણ આપી રહ્યા છે.

કિયારા અને સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, 'અમારા લાઈફની શ્રેષ્ઠ ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.' આ પોસ્ટમાં, કિયારા અને સિદ્ધાર્થ બાળકના વૂલન મોજાં હાથમાં પકડેલા જોવા મળે છે.

બોલિવુડની લોકપ્રિય એકટ્રેસ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1991માં મુંબઈમાં થયો હતો. પિતાનું નામ જગદીપ અડવાણી અને માતાનું નામ ગેનેવીવે જાફરી છે.

કિયારા અને સિદ્ધાર્થની મુલાકાત 2021માં આવેલી ફિલ્મ શેરશાહના સેટ પર થઈ હતી. સિદ્ધાર્થે પરમવીર ચક્ર સ્વર્ગસ્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિયારાએ તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા.

કિયારા અને સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા. આ દંપતીએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના બે વર્ષ પછી, આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવાર વિશે તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણવા માટે અહિ ક્લિક કરો
































































