2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, RBIનો રિપોર્ટ તમને ચોંકાવી દેશે
રિઝર્વ બેંકે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાના મૂલ્યની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે 19 મે, 2023 ના રોજ કારોબારની સમાપ્તિ સમયે, ચલણમાં 2000 રૂપિયાની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું.

2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાને લગભગ બે વર્ષ થઈ ગયા છે. તે પછી પણ, અમુક નોટો હજી પણ આરબીઆઈ અથવા સરકાર સુધી પહોંચી નથી. 2000 રૂપિયાની બે ટકાથી ઓછી નોટ હજુ પણ બજારમાં ફરે છે. નવાઈની વાત એ છે કે આ બે હજાર રૂપિયાની નોટોની કોઈ કિંમત બાકી નથી. મે 2023માં સરકારે આ નોટોને સિસ્ટમમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધી હતી. આવો તમને એ પણ જણાવીએ કે RBIના રિપોર્ટમાં કેવા પ્રકારની બાબતો સામે આવી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શનિવારે કહ્યું કે 2000 રૂપિયાની 98.18 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. હવે માત્ર 6,471 કરોડ રૂપિયાની આવી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંકે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાના મૂલ્યની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

આરબીઆઈએ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ કારોબારના અંતે ચલણમાં રહેલી રૂ. 2000ની બેંક નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું, જે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ ધંધાના અંતે ઘટીને રૂ. 6,471 કરોડ પર આવી ગયું હતું. કેન્દ્રીય બેંકે નિવેદનમાં કહ્યું કે આમ 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોમાંથી 98.18 ટકા પરત આવી ગઈ છે.

7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા અને/અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ છે. આરબીઆઈની ઈશ્યુ ઓફિસો 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000ની બેંક નોટો સ્વીકારી રહી છે.

આ સિવાય સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ ભારતીય પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી RBIની કોઈપણ ઑફિસને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી શકે છે. બે હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.






































































