Vastu Tips : તમારા ઘરમાં પણ છે ઓપન કિચન ? તો અપવનાવો આ વાસ્તુ ટીપ્સ નહીંતર થઈ શકે છે આર્થિક નુકસાન
વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે સંબંધિત દરેક વસ્તુનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કયા સ્થાને શું હોવું જોઈએ, તેનો રંગ કેવો હોવો જોઈએ, તે કેવા પ્રકારનો હોવો જોઈએ, ઘરમાં કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ, ઘરના દરેક ભાગની દિશા કઈ હોવી જોઈએ વગેરે બાબતો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં મોટાભાગના ઘરમાં ઓપન કિચન હોય છે. જૂના ઘરોમાં દરવાજાની ફ્રેમ હતી અને રસોડામાં પણ એક દરવાજો હતો. જો કે આજકાલ ખુલ્લા રસોડા બનાવવામાં આવે છે.

જો તમારા ઘરમાં પણ રસોડું ખુલ્લુ હોય અને તમે દરવાજો નથી બનાવી શકતા તો તેના ઉપાય પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે.

ઓપન કિચન હોય અને રસોડાનો દરવાજો બનાવવાનું શક્ય નથી. તો તમે રસોડાના અંતિમ ભાગમાં ટ્રાયંગલ ક્રિસ્ટલ મુકી શકો છો. જેનાથી લાભ થાય છે.

જો તમારા ઘરમાં ખુલ્લું રસોડું હોય તો દરરોજ રસોડામાં કપૂર પ્રગટાવો અને રસોડું જ્યાં સમાપ્ત થાય છે તેની બાજુમાં દિવાલ પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી શકો છો. આ કરવાથી નકારાત્મક ઉર્જા તમારા રસોડામાં પ્રવેશી શકશે નહીં અને સકારાત્મકતા પણ વધશે.

ખુલ્લા રસોડા માટે તમે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ પણ અપનાવી શકો છો જેમ કે રસોડામાં સ્લેબ પર પાણીનો કન્ટેનર રાખો, ખુલ્લા રસોડામાં હંમેશા ઉત્તર દિશામાં તીક્ષ્ણ વસ્તુઓ રાખો, રસોડાની પાછળની બાજુએ કાળુ કપડું લટકાવો, ખુલ્લા રસોડાની પૂર્વ દિશામાં બારી બનાવો.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો






































































