Photos: મૌની રોયથી લઈને અંકિતા લોખંડે સુધી, નવ પરણિત સેલેબ્સે આ રીતે ઉજવ્યો પહેલો વેલેન્ટાઈન ડે
મૌની રોય, અંકિતા લોખંડે જેવા ઘણા મશહુર ટીવી સેલેબ્સ છે, જેમણે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા. ત્યારે આ નવ પરિણીત ટીવી સેલેબ્સે તેમનો પહેલો વેલેન્ટાઈન ડે ખાસ રીતે ઉજવ્યો હતો.

વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો દિવસ. આ દિવસ ખાસ કરીને એ લોકો માટે વધુ ખાસ હોય છે જેઓ લગ્ન પછી પહેલી વાર આ દિવસની ઉજવણી કરી રહ્યા હોય. મૌની રોય, અંકિતા લોખંડે જેવા ટીવી સેલેબ્સે આ દિવસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરનાર અંકિતા લોખંડેએ તેનો પહેલો વેલેન્ટાઈન ડે ખાસ રીતે ઉજવ્યો હતો.

મૌની રોયે વેલેન્ટાઈન ડે ના દિવસે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.સાથે તેણે ફોટાના કેપ્શનમાં લખ્યુ કે, 'તમારી સાથે દરેક દિવસ મજેદાર હોય છે. હેપ્પી લવ ડે બેબી.'

કરિશ્મા તન્ના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ હતી. અભિનેત્રીએ પૂલમાં તેના પતિ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન થયા હતા. તસવીરો શેર કરતા તેણે લખ્યું, 'હેપ્પી વેલેન્ટાઈન ડે માય સનશાઈન.'