કાનુની સવાલ : દત્તક લીધેલું બાળક મિલકતમાં કેટલો હિસ્સો માંગી શકે છે?
ભારતમાં દત્તક લીધેલા બાળકોના મિલકત અધિકારો હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. જો કોઈ બાળકને કાયદેસર રીતે દત્તક લેવામાં આવે છે તો તેને તેના દત્તક માતા-પિતાની મિલકતમાં કેટલો ભાગ મળે તેના વિશે આજે આપણે જાણશું.

સ્વ-સંપાદિત મિલકત(Self-Acquired Property): દત્તક લીધેલા બાળકને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત મિલકતમાં તેમના સગા બાળકો જેટલા જ અધિકારો હોય છે. જો માતા-પિતા વસિયતનામા બનાવે છે અને દત્તક લીધેલા બાળકને મિલકત નહીં આપે, તો તેને કંઈ મળશે નહીં.

પૈતૃક મિલકત(Ancestral Property): જો મિલકત પૂર્વજોની હોય (ચાર પેઢીઓથી વારસામાં મળેલી હોય) તો દત્તક લીધેલા બાળકને તેમાં સગા બાળક જેટલો જ હિસ્સો મળશે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, તે સંયુક્ત પરિવારની મિલકતમાં પોતાનો હિસ્સાનો દાવો કરી શકે છે.

સગા માતાપિતાની સંપત્તિ: દત્તક લીધા પછી બાળક તેના સગા માતાપિતાની મિલકત પર કોઈ દાવો કરી શકતું નથી. તેને ફક્ત તેના દત્તક માતાપિતાની મિલકતમાં જ અધિકાર મળશે.

મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી કાયદા હેઠળ: મુસ્લિમ કાયદામાં કાયદેસર દત્તક લેવાની કોઈ વિભાવના નથી, તેથી ત્યાં દત્તક લીધેલું બાળક વારસદાર બનતું નથી. ખ્રિસ્તી અને પારસી કાયદાઓમાં પણ દત્તક લીધેલું બાળક આપમેળે વારસદાર બનતું નથી. સિવાય કે તેને વસિયતનામા દ્વારા મિલકત આપવાની જોગવાઈ હોય.

નિષ્કર્ષ: જો દત્તક લીધેલા બાળક હિન્દુ કાયદા હેઠળ દત્તક લેવામાં આવે છે તો તેને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત અને પૂર્વજોની મિલકતમાં તેટલો જ હિસ્સો મળશે જેટલો જ સગા બાળકોને મળે છે. પરંતુ જો મિલકત વસિયતનામા દ્વારા બીજા કોઈને સોંપવામાં આવી હોય તો તેનો દાવો નબળો થઈ શકે છે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.))
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































