PHOTOS: LED કે CFL? કયો બલ્બ લગાવવામાં છે સમજદારી, જાણો ક્યો બલ્બ ઘટાડે છે વીજળીનું બિલ
મોટા ભાગના નિષ્ણાતો હવે સંમત છે કે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ (CFLs) અથવા લાઇટ-એમિટિંગ ડાયોડ્સ (LEDs)નો ઉપયોગ ઘરોમાં થવો જોઈએ. પરંતુ, આ બેમાંથી કયો બલ્બ સારો છે અને કયો બલ્બ પસંદ કરવાથી વીજળીની બચત થાય છે? ચાલો જાણીએ.


ફિલામેન્ટ બલ્બના દિવસો લગભગ પૂરા થઈ ગયા છે. હવે લોકો પાસે વધુ ઊર્જા બચત લાઇટિંગ વિકલ્પો છે. મોટા ભાગના નિષ્ણાતો હવે સંમત છે કે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ (CFLs) અથવા લાઇટ-એમિટિંગ ડાયોડ્સ (LEDs)નો ઉપયોગ ઘરોમાં થવો જોઈએ. પરંતુ, આ બેમાંથી કયો બલ્બ સારો છે અને કયો બલ્બ પસંદ કરવાથી વીજળીની બચત થાય છે? ચાલો જાણીએ.

ચાલો પહેલા સમજીએ કે સીએફએલ અને એલઈડી કેવી રીતે કામ કરે છે: જ્યારે તમે સીએફએલ ચાલુ કરો છો, ત્યારે વીજળી એક ટ્યુબમાંથી પસાર થાય છે જેમાં રસાયણો (આર્ગોન અને પારો) હોય છે જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનું ઉત્સર્જન કરે છે. પછી આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, જે માનવ આંખને દેખાતો નથી, તે ટ્યુબની અંદર ફ્લોરોસન્ટ કોટિંગ (ફોસ્ફર) પર સ્ટ્રાઈક કરે છે.

પછી થોડા સમય પછી આ એક્સાઈટેડ કોટિંગ વિઝિબલ પ્રકાશ બહાર કાઢે છે. CFL શરૂ થવા માટે વધુ વીજળી વાપરે છે અને તેને ગરમ થવામાં એક કે બે મિનિટ પણ લાગે છે. પરંતુ, જ્યારે તે શરૂ થઈ જાય છે ત્યારે તેઓ સમકક્ષ ફિલામેન્ટ બલ્બ કરતાં 70 ટકા જેટલી ઓછી વીજળી વાપરે છે.

હવે જો આપણે LED વિશે વાત કરીએ તો તે એક નવી લાઇટિંગ ટેક્નોલોજી છે. ટીવી, ડિજિટલ ઘડિયાળ અને ઘણા ઉપકરણોમાં LEDનો ઉપયોગ થાય છે. જ્યારે તમે LED ચાલુ કરો છો, ત્યારે તમે ડાયોડ નામની સેમિકન્ડક્ટર સામગ્રી દ્વારા ઇલેક્ટ્રિક પ્રવાહ મોકલો છો. જ્યારે વિદ્યુત પ્રવાહના ઇલેક્ટ્રોન સેમિકન્ડક્ટરમાંથી વહે છે ત્યારે પ્રકાશ ઉત્પન્ન થાય છે. તેઓ પરંપરાગત બલ્બની સરખામણીમાં 90 ટકા જેટલી વીજળી બચાવે છે.

વીજળી બચાવવાની દ્રષ્ટિએ ક્યુ વધુ સારું: CFL અને LED બંને પરંપરાગત બલ્બ કરતાં વધુ વીજળી બચાવે છે. પરંતુ, બેમાંથી સૌથી વધુ કાર્યક્ષમ એલઇડી છે. CFL લગભગ 25% વધુ કાર્યક્ષમ છે, જ્યારે LEDs લગભગ 75% વધુ કાર્યક્ષમ છે.

કોણ લાંબા સમય સુધી ચાલે છે: LED અને CFL બંને લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ, અહીં પણ એલઈડી આગળ છે. જ્યાં પરંપરાગત બલ્બની લાઈફ 1000 કલાક છે. તો બીજી તરફ, CFLની લાઈફ 10,000 કલાક અને LEDની લાઈફ લગભગ 25,000 કલાક છે. એકંદરે, LEDs CFL કરતાં વધુ ઊર્જા કાર્યક્ષમ છે. ઉપરાંત, CFL કરતાં એલઈડી આરોગ્ય અને પર્યાવરણ માટે વધુ સારી છે.

































































