Yuzvendra Chahal and Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર… મુંબઈ કોર્ટમાં આવતીકાલે આવશે નિર્ણય
ચહલ અને ધનશ્રીએ 5 ફેબ્રુઆરીએ છૂટાછેડાની અરજી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે 6 મહિનાના કૂલિંગ ઑફ પીરિયડ માફ કરવાનો ઇનકાર કર્યો હતો. બંનેએ હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. જસ્ટિસ માધવ જામદારની બેન્ચે અઢી વર્ષથી અલગ રહેલા ચહલ અને ધનશ્રી વચ્ચે મધ્યસ્થી દરમિયાન થયેલા સમજૂતીને ધ્યાને લઈ કૂલિંગ પિરિયડ માફ કર્યો.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છૂટાછેડાની દિશામાં આગળ વધ્યા છે. તેમના પરસ્પર છૂટાછેડા અંગે આવતીકાલે (20 માર્ચ) નિર્ણય આવી શકે છે. બોમ્બે હાઈકોર્ટે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટને આ કેસમાં ગુરુવાર સુધીમાં ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે, કારણ કે ચહલ 21 માર્ચ પછી IPL 2025 માટે વ્યસ્ત થવાના છે.

34 વર્ષીય ચહલ આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમશે, જેની પહેલી મેચ 25 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે હશે.

IPL 2025 ની મેગા હરાજી દરમિયાન, પ્રીતિ ઝિન્ટાની માલિકીની પંજાબ ફ્રેન્ચાઇઝીએ ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ ચહલ રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી પણ રમ્યો હતો.

ડાન્સની ટ્રેનિંગ પૂરી થયા પછી યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માને પ્રપોઝ કર્યું અને અહીંથી ડેટિંગ શરુ થયુ. આ સંબંધને પરિવારની મંજૂરી પણ મળી અને 11 ડિસેમ્બર 2020ના રોજ બંનેએ ગુડગાંવમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. લગ્ન પછી બંને સુખી જીવન જીવતા હતા. રમત દરમિયાન ધનશ્રી યુઝવેન્દ્રને સપોર્ટ કરતી જોવા મળી હતી. ચહલ પણ ગયા વર્ષે ધનશ્રીને સપોર્ટ કરવા માટે 'ઝલક દિખલાજા' પહોંચ્યો હતો. હાલમાં તેમનો સંબંધ માત્ર આટલા પૂરતો જ સીમિત હતો. હવે તેઓ અલગ થઈ ગયા છે.

લગ્નના પાંચ વર્ષની અંદર જ તેઓ અલગ થઈ ગયા. તેમના લગ્નના સમાચારે સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ચૂક્યા છે. લગ્ન સમયે થયેલા ટ્રોલિંગને નકારીને બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ હવે તેઓ છૂટાછેડા દ્વારા અલગ થઈ ગયા છે. બંને લગભગ એક વર્ષથી અલગ રહેતા હતા. આ દરમિયાન યુઝવેન્દ્ર મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. આ છોકરી બીજું કોઈ નહીં પણ RJ મહવિશ હોવાનું બહાર આવ્યું છે.

આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, બેન્ચે 6 મહિનાના કૂલિંગ ઑફ પીરિયડને માફ કર્યો. ફેમિલી કોર્ટ અનુસાર, ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાની ચુકવણી માટે વચન આપ્યું હતું, જેમાંથી 2.37 કરોડ રૂપિયા તેઓ ચૂકવી ચૂક્યા છે.

બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને છૂટાછેડા મંજૂર કર્યા. વકીલે કહ્યું, "છૂટાછેડા થઈ ગયા છે, લગ્ન તૂટી ગયા છે. લગ્નના 51 મહિના પછી તેમનો સંબંધ તૂટી ગયો હતો. ચહલ અને ધનશ્રી ઘણા મહિનાઓથી અલગ રહ્યા હતા. જ્યારથી તેમની વચ્ચે છૂટાછેડાના સમાચાર આવ્યા હતા ત્યારથી ધનશ્રી અને ચહલે સોશિયલ મીડિયા પર ઘણી ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. વકીલના જણાવ્યા અનુસાર, બંનેએ પરસ્પર સંમતિના આધારે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવન શૈલીના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
