21.3.2025

Plant in pot : માટી વગર જ ઘરે ઉગાડો ધાણાનો છોડ, અપનાવો આ સરળ પદ્ધતિ

Image -  Soical media 

તમે એક મહિના કરતા પણ ઓછા સમયમાં માટી વગર ધાણાનો છોડ ઘરે ઉગાડી શકો છો.

હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરે સરળતાથી ધાણાનો છોડ ઉગાડી શકાય છે.

ધાણાના બીજને 24 કલાક પાણીમાં પલાળી રાખો.

માટીને બદલે રુ, નાળિયેર કાથી અથવા હાઇડ્રોપોનિક સ્પોન્જનો ઉપયોગ કરીને છોડ ઉગાડી શકાય છે.

આ પછી એક કન્ટેનર અથવા ટ્રે લો. હવે તેમાં રુ, નારિયેળની ભૂકી અથવા હાઇડ્રોપોનિક સ્પોન્જ મૂકો અને થોડું પાણી ઉમેરો.

આ વાસણમાં બીજ સરખી રીતે ફેલાવો. ભેજ જાળવી રાખવા માટે તેમને રુ અથવા નાળિયેરના બીજા ભેજવાળા સ્તરથી હળવા હાથે ઢાંકી દો.

બીજને ભેજવાળા રાખવા માટે, તેમને દરરોજ પાણીથી છાંટો. સારી અને ઝડપી વૃદ્ધિ માટે, કન્ટેનરને દિવસમાં ઓછામાં ઓછા 4-6 કલાક ઈનડાયરેક્ટ સૂર્યપ્રકાશમાં રાખો.

લગભગ 5-7 દિવસમાં નાના અંકુર દેખાશે. ધાણા 4 અઠવાડિયામાં લણણી માટે તૈયાર થઈ જશે.