Vaibhav Suryavanshi : વૈભવને ‘0’ પર આઉટ કરવા પહેલેથી બનાવાઇ હતી રણનીતિ, દીપક ચહરે જણાવી સૂર્યવંશીની આ નબળાઈ
વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામે સદી ફટકારી હતી પરંતુ મુંબઈ સામે 0 રને આઉટ થયો હતો. દીપક ચહરે સૂર્યવંશીની વિકેટ લીધી અને તેણે કહ્યું કે તેણે આ બેટ્સમેન સાથે કેવી રીતે વ્યવહાર કર્યો હતો. તેણે જણાવ્યુ કે વૈભવની વિકેટ લેવાની રણનીતિ મેચ પહેલા જ બની ગઇ હતી.

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામે સદી ફટકારી હતી પરંતુ મુંબઈ સામે 0 રને આઉટ થયો હતો. દીપક ચહરે સૂર્યવંશીની વિકેટ લીધી અને તેણે કહ્યું કે તેણે આ બેટ્સમેન સાથે કેવી રીતે વ્યવહાર કર્યો હતો. તેણે જણાવ્યુ કે વૈભવની વિકેટ લેવાની રણનીતિ મેચ પહેલા જ બની ગઇ હતી.

વૈભવ સૂર્યવંશીએ IPL 2025 માં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતૂ, પરંતુ બીજી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ બેટ્સમેનને આકાશમાંથી જમીન પર ઉતારી દીધો. મુંબઈના ફાસ્ટ બોલર દીપક ચહરે વૈભવ સૂર્યવંશીને પોતાનું ખાતું પણ ખોલવા દીધું ન હતું અને માત્ર 2 બોલમાં જ તેને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.

વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા પછી, દીપક ચહરે હવે તેમના વિશે કંઈક એવું કહ્યું છે જે દરેક ક્રિકેટ ચાહક માટે જાણવું અને સમજવું મહત્વપૂર્ણ છે. દીપક ચહરે જણાવ્યું કે રાજસ્થાન સામે બોલિંગ કરવા માટે તે કઈ રણનીતિ સાથે આવ્યો હતો અને દરેક બેટ્સમેનની કઈ નબળાઈ હોય છે.

જ્યારે દીપક ચહરને વૈભવ સૂર્યવંશીની વિકેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ ખેલાડીએ કહ્યું, 'ગુજરાત ટાઇટન્સ સામે વૈભવે શાનદાર ઇનિંગ્સ રમી.' પરંતુ દરેક ખેલાડીની એક પેટર્ન હોય છે. તે ક્યાંક મજબૂત હશે, તો ક્યાંક નબળો હશે. એક બોલર તરીકે, અમે દરેક બેટ્સમેન સામે એક યોજના બનાવી.

ફક્ત વૈભવ સામે જ નહીં પરંતુ રાજસ્થાનના દરેક બેટ્સમેન માટે એક યોજના તૈયાર હતી. ક્યારેક યોજના કામ કરે છે, ક્યારેક નથી કરતી. આ વખતે યોજના કામ કરી ગઈ અને અમે નસીબદાર હતા પણ તમે જાણો છો કે વૈભવ એક અદ્ભુત પ્રતિભા છે. તે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.

દીપક ચહરે વૈભવ સૂર્યવંશીને આઉટ કરવા માટે ખૂબ જ સ્માર્ટ વ્યૂહરચના અપનાવી હતી. તેણે પહેલો બોલ આ ખેલાડીને થોડો શોર્ટ ઓફ પિચ ફેંક્યો અને તે પછી તેણે બોલ ખૂબ આગળ ફેંક્યો. સૂર્યવંશી ફુલ લેન્થ બોલને વધુ જોરથી ફટકારે છે, પરંતુ ચહરે બોલને થોડો વધારે ફેંક્યો અને પરિણામે વૈભવનો શોટ ફ્લેટ થઈ ગયો અને વિલ જેક્સે એક સરળ કેચ પકડ્યો.

વૈભવ સૂર્યવંશીને આગામી મેચોમાં તેની આ નબળાઈ પર કામ કરવું પડશે. IPLમાં બોલરોનું સ્તર ખૂબ ઊંચું હોવાથી, તેઓ તમારી નબળાઈઓનો ખૂબ જ ઝડપથી ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દે છે.

































































