વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.
વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેના પિતા દ્વારા કોચિંગ મેળવ્યું હતું અને નવ વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં ક્રિકેટ એકેડમીમાં જોડાયા હતા.
વૈભવ સૂર્યવંશી બિહારના મુઝફ્ફરપુર જિલ્લા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે કારણ કે તેઓ ત્યાંના એક સંબંધીના ઘરે રહીને ઇન્ડોર સ્ટેડિયમમાં ક્રિકેટનુ કોચિંગ કરતા હતા.
વૈભવ સૂર્યવંશીની જોરદાર ફટકાબાજી છતાં અર્જુન તેંડુલકરની ટીમ સામે મળી હાર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગોવા અને બિહારની મેચમાં અર્જુન તેંડુલકર અને વૈભવ સૂર્યવંશીની ટક્કર જોવા મળી હતી. વૈભવ સૂર્યવંશીએ સારી બેટિંગ કરી હતી, જ્યારે અર્જુન તેંડુલકરે સારી બોલિંગથી બરાબર ટક્કર આપી હતી. જો કે અર્જુનની ટીમ વૈભવની ટીમ પર ભારે પડી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 4, 2025
- 9:12 pm
વૈભવ સૂર્યવંશીએ અર્જુન તેંડુલકરને પણ ના છોડ્યો, 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા
વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર વચ્ચેની પહેલી ક્રિકેટના મેદાનમાં પહેલી ટક્કરને લઇ ફેન્સમાં ભારે ઉત્સાહ હતો. આખરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બિહાર-ગોવા મેચમાં બંનેની ટક્કર થઇ અને મેચનું પરિણામ જાહેર થયુ. આ મેચમાં વૈભવે અર્જુન સામે જોરદાર બેટિંગ કરી. જનો વૈભવે અર્જુનની બોલિંગમાં કેટલા રન બનાવ્યા.
- Smit Chauhan
- Updated on: Dec 4, 2025
- 7:03 pm
Prithvi Shaw: વૈભવ સૂર્યવંશીની સદી પર ભારે પડી પૃથ્વી શોની 30 બોલમાં 66 રનની ઈનિંગ
વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને રેકોર્ડ તોડ્યા, પરંતુ તેની સદી વ્યર્થ ગઈ. મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યો અને બિહારની હાર થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 2, 2025
- 10:10 pm
Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 14 મહિનામાં કેટલી સદી ફટકારી? આ ચાર ટીમો સામે રમ્યો
વૈભવ સૂર્યવંશીએ 14 મહિના પહેલા ભારત અંડર-19 માટે ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ત્યારથી, તેની સદીઓની યાદી વધતી જ રહી છે. ચાલો જાણીએ કે તેણે અત્યાર સુધી કેટલી સદી ફટકારી છે.
- Smit Chauhan
- Updated on: Dec 2, 2025
- 4:56 pm
16 ચોગ્ગા અને છગ્ગા… વૈભવ સૂર્યવંશીના મિત્રની તોફાની સદી, 18 વર્ષના ખેલાડીએ મચાવ્યો કહેર
વૈભવ સૂર્યવંશીના મિત્ર, 18 વર્ષના બેટ્સમેને 2025-26 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે 200 થી વધુના સ્ટ્રાઇક રેટથી સદી ફટકારી હતી, જેના કારણે મુંબઈને શાનદાર વિજય મળ્યો હતો. તેણે ફક્ત ચોગ્ગા અને છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Nov 28, 2025
- 6:40 pm
વૈભવ સૂર્યવંશી હવે અંડર-19 એશિયા કપમાં બતાવશે દમ, ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત
અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- Smit Chauhan
- Updated on: Nov 28, 2025
- 3:43 pm
ગુજરાતના યુવા ક્રિકેટરે માત્ર 31 બોલમાં ફટકારી સદી, વૈભવ સૂર્યવંશી બે છગ્ગા ફટકારી આઉટ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શરૂ થઈ ગઈ છે. જમણા હાથના બેટ્સમેન ઉર્વિલ પટેલે પહેલા દિવસે માત્ર 31 બોલમાં સદી ફટકારીને બધાના દિલ જીતી લીધા. જોકે, વૈભવ સૂર્યવંશી બે છગ્ગા ફટકારીને આઉટ થઈ ગયો હતો.
- Smit Chauhan
- Updated on: Nov 26, 2025
- 9:50 pm
ફોર્મમાં ચાલી રહેલા વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં બેટિંગ કેમ ન મળી? કેપ્ટન જીતેશ શર્મા પર ઉઠ્યા સવાલ
ભારત A અને બાંગ્લાદેશ A વચ્ચેની એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ સેમિફાઈનલ મેચ ટાઈમાં સમાપ્ત થઈ, જેના કારણે સુપર ઓવરમાં પ્રવેશ થયો. જોકે, ભારતીય ટીમ સુપર ઓવરમાં એક પણ રન બનાવવામાં નિષ્ફળ રહી, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ કેપ્ટન જીતેશ પર વૈભવને બેટિંગમાં ન મોકવવા પર સવાલ ઉઠી રહ્યા છે.
- Smit Chauhan
- Updated on: Nov 21, 2025
- 10:18 pm
Vaibhav Suryavanshi: એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ 98 બોલમાં સૌથી વધુ રન બનાવ્યા, ચોગ્ગા- છગ્ગા ફટકારવામાં પણ નંબર 1
ઈન્ડિયા A એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઈનલમાં બાંગ્લાદેશ A સામે હારી ગયું. જોકે, ટીમ બહાર થાય તે પહેલા વૈભવે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક ઈનિંગ રમી, સાથે જ તેણે સમગ્ર ટુર્નામેન્ટ સૌથી વધુ રન પણ બનાવ્યા.
- Smit Chauhan
- Updated on: Nov 21, 2025
- 9:52 pm
IND A vs BAN A Semifinal : IND-A vs BAN-A – લાઈવ-ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું?
Asia Cup Rising Star 2025 : જિતેશ શર્માની કેપ્ટનશીપમાં ઈન્ડિયા એ આ ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજમાં 3માંથી 2 મેચ જીતી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.તેની ટકકર બાંગ્લાદેશ એ સાથે છે. તો બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાન એનો મુકાબલો શ્રીલંકા એ સાથે થશે.
- Nirupa Duva
- Updated on: Nov 21, 2025
- 9:51 am
સેમિફાઇનલ માટે ચાર ટીમો ફાઇનલ થઈ, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનવાથી માત્ર બે ડગલાં દૂર
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ મેચ 21 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ થશે. ગ્રુપ સ્ટેજમાં ભારતે યુએઈ અને ઓમાનને હરાવ્યું હતુ.
- Nirupa Duva
- Updated on: Nov 20, 2025
- 10:27 am
Vaibhav Suryavanshi: 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી કેવી રીતે ફટકારે છે લાંબી-લાંબી સિક્સર? તેના પગમાં છુપાયેલું છે રહસ્ય
Rising Star Asia Cup: વૈભવ સૂર્યવંશીના લાંબા છગ્ગાનું રહસ્ય શું છે? શું તમે ક્યારેય વિચાર્યું છે? ચોક્કસથી, યોગ્ય આહાર અને વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. પરંતુ રહસ્ય તેના પગમાં છુપાયેલું છે.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 4:25 pm
Vaibhav Suryavanshi : 42 બોલમાં 144 રન ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનો શ્રેય કોને આપ્યો?
માત્ર 14 વર્ષની ઉંમરે, વૈભવ સૂર્યવંશીએ બેટથી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે જેણે ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. વૈભવ હંમેશા તેના યોગદાનનો શ્રેય તેના પિતાને આપે છે, પરંતુ તેણે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 14, 2025
- 10:39 pm
એશિયા કપ રાઈઝિંગ સ્ટારમાં ભારતની જીત સાથે શરૂઆત, UAE ને 148 રનથી હરાવ્યું
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની પહેલી મેચમાં, ભારતીય ટીમે 297 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ લગભગ અડધા રન બનાવ્યા હતા. કેપ્ટન જીતેશ શર્માએ પણ ધમાકેદાર ઈનિંગ રમી હતી. અંતે ભારતે UAE ને 148 રને હરાવ્યું અને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી.
- Smit Chauhan
- Updated on: Nov 14, 2025
- 10:23 pm
Vaibhav Suryavanshi: જે ક્રિસ ગેલ-રોહિત શર્મા પણ ના કરી શક્યા, તે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ કરી બતાવ્યું
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશીએ UAE સામે પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોની ઊંઘ હરામ કરી દીધી હતી. યુવા ડાબા હાથના બેટ્સમેને માત્ર 42 બોલમાં 144 રનની આશ્ચર્યજનક ઈનિંગ રમી હતી. જે ક્રિસ ગેલ અને રોહિત શર્મા જેવા બેટ્સમેન ના કરી શક્યા તે આ 14 વર્ષના છોકરાએ કરીને બતાવ્યું છે.
- Smit Chauhan
- Updated on: Nov 14, 2025
- 7:46 pm