Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિંકુ સિંહ

રિંકુ સિંહ

રિંકુ ખાનચંદ સિંહ ભારતીય ક્રિકેટર છે. તે ડાબોડી મિડલ ઓર્ડર બેટર છે અને પાર્ટ-ટાઈમ જમણેરી ઓફ બ્રેક બોલર પણ છે. રિંકુ સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. તેણે ઓગસ્ટ 2023 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રિંકુ તેની વિસ્ફોટક બેટિંગ મેચ ફિનિશ કરવાની ક્ષમતા માટે ફેમસ છે. રિંકુ સિંહને શોર્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ફ્યુચર સ્ટાર માનવામાં આવી રહ્યો છે.

Read More

IND vs ENG : ટીમ ઈન્ડિયાનો ચોંકાવનારો નિર્ણય, એકસાથે 3 ખેલાડીઓને કર્યા બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ પૂણેમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કર્યા છે. સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ ખેલાડીઓને પડતા મૂક્યા હતા.

IND vs ENG : ટીમ ઈન્ડિયાને મળી મોટી રાહત, આ સ્ટાર ખેલાડી થયો ફિટ, પુણેમાં રમવા માટે તૈયાર

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની મધ્યમાં ટીમ ઈન્ડિયાને બે ખેલાડીઓની ઈજાથી આંચકો લાગ્યો હતો, જેમાંથી એક નીતિશ કુમાર રેડ્ડી આખી શ્રેણી માટે બહાર થઈ ગયો હતો જ્યારે રિંકુ સિંહ બે મેચ માટે બહાર હતો. જો કે હવે આ બેમાંથી એક ખેલાડીને લઈ સારા સમાચાર સામે આવ્યા છે.

IND vs ENG : રિંકુ સિંહને પણ જસપ્રીત બુમરાહ જેવી ઈજા, ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. આ ઈજાના કારણે તે આવનારી કેટલીક મેચોમાં રમતા જોવા નહીં મળે. BCCIએ રિંકુ સિંહના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી છે.

રિંકુ સિંહે સાંસદ પ્રિયા સરોજની પસંદગી માટે ખર્ચ્યા કરોડો રૂપિયા, આ રીતે જીત્યું દિલ

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ વચ્ચેના સંબંધો આ દિવસોમાં ચર્ચામાં છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રિંકુ MP પ્રિયાની પસંદગીનું ખૂબ ધ્યાન રાખે છે. તેણે તાજેતરમાં જ પ્રિયાની પસંદગી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહની ભાવિ પત્ની પર કેટલા કોર્ટ કેસ રજીસ્ટર છે?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની સગાઈના સમાચાર ફેલાતા જ દેશભરમાં પ્રિયા સરોજની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રિયા સરોજ વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. જેમાં તેના પરિવાર, એજ્યુકેશન, રાજનીતિ, કારકિર્દી વિશે જાણવા લોકો ખૂબ રસ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો રિંકુ સિંહની ભાવિ પત્ની પર કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.

આક્રમક ક્રિકેટર રિંકુ સિંહની મહિલા સંસદસભ્ય સાથે થઈ સગાઈ ! જાણો સમગ્ર કિસ્સો

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ કરી લીધી છે. ટૂંક સમયમાં રિંકુ સિંહ લગ્ન કરવા જઈ રહ્યો છે એવા પણ સમાચાર સામે આવ્યા છે.

IPL 2025 પહેલા રિંકુ સિંહ બન્યો કેપ્ટન, કારકિર્દીમાં પ્રથમ વખત મળી ટીમની કપ્તાની

T20 ક્રિકેટમાં પોતાનો દબદબો જમાવનાર રિંકુ સિંહ હવે ODI ફોર્મેટમાં પણ પોતાના જોરદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં, પરંતુ અહીં કેપ્ટન્સી દ્વારા તે IPL માટે પણ દાવેદારી કરી શકે છે.

IND vs SA : ભારત દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવાથી એક જીત દૂર, આવું પહેલા ક્યારેય નથી બન્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલમાં 2-1થી આગળ છે અને સિરીઝ જીતવાની ઘણી નજીક છે. જો ટીમ ઈન્ડિયા સિરીઝની છેલ્લી મેચ જીતશે તો ટીમ ઈન્ડિયાના નામે એક ખાસ રેકોર્ડ બની જશે.

IPL 2025 : 13 કરોડના પગાર બાદ હવે KKRનો કેપ્ટન બનશે રિંકુ સિંહ?

રિંકુ સિંહને KKR દ્વારા IPL 2025 માટે 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો અને હવે એવા અહેવાલો છે કે આ ખેલાડી KKRનો નવો કેપ્ટન બની શકે છે. સવાલ એ છે કે શું રિંકુ સિંહ આ માટે તૈયાર છે?

IPL 2025 : કેકેઆરે 13 કરોડમાં રિટેન કર્યા બાદ, રિંકુ સિંહે આલીશાન બંગલો ખરીદ્યો

કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે પોતાના પ્રદર્શનને લઈ ને નહિ પરંતુ આલીશાન ઘરને લઈ ચર્ચામાં છે. કોલકત્તા નાઈટરાઈડર્સે રિંકુ સિંહને રિટેન કર્યો છે.

IND vs BAN : રિંકુ સિંહ બનશે ભારતનો નવો ઓપનર? T20 સિરીઝ પહેલા પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં માત્ર એક નિયમિત ઓપનરની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ શ્રેણીમાં મેદાન પર એક નવું ઓપનિંગ જોવા મળશે. પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમનું માનવું છે કે રિંકુ સિંહ અભિષેક શર્મા સાથે મળીને આ જવાબદારી નિભાવી શકે છે.

શુભમન ગિલની જગ્યાએ આ ખેલાડી બન્યો કેપ્ટન, યશસ્વી જયસ્વાલ બહાર, આ શાનદાર બેટ્સમેનને મળી તક

દુલીપ ટ્રોફી 2024-25: દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે ઈન્ડિયા A, ઈન્ડિયા B અને ઈન્ડિયા Dની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના સ્થાને મયંક અગ્રવાલને ઈન્ડિયા-Aનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલના સ્થાને રિંકુ સિંહને ઈન્ડિયા Bમાં સ્થાન મળ્યું છે.

રિંકુ સિંહ ગોલ્ડન ડકનો શિકાર, છતાં તેની ટીમ જીતી, આ ખેલાડીએ 10 સિક્સર ફટકારી મચાવ્યો હાહાકાર

આ દિવસોમાં લખનૌમાં રમાઈ રહેલી ઉત્તર પ્રદેશ T20 લીગમાં મેરઠ માવેરિક્સની કેપ્ટનશીપ રિંકુ સિંહના હાથમાં છે અને તેણે કેટલીક સારી ઈનિંગ્સ રમી છે પરંતુ આ વખતે તે નિષ્ફળ રહ્યો અને તેમ છતાં તેની ટીમ જીતી ગઈ. તેનું કારણ સ્વસ્તિક ચિકારા હતું, જેણે ટીમના અડધાથી વધુ રન એકલા હાથે બનાવ્યા હતા.

VIDEO: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ રિંકુ સિંહની બહેનને ચોંકાવી દીધી, શ્રીલંકાથી આપ્યું ખાસ સરપ્રાઈઝ

ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. તે 27 જુલાઈથી T20 સિરીઝ રમવાની છે અને તેમાં રિંકુ સિંહ પણ જોવા મળશે. આ કારણે તે પોતાની બહેનના જન્મદિવસમાં હાજર રહી શક્યો ન હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીએ આ પ્રસંગે તેની બહેનને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું.

IND vs SL: ટીમ ઈન્ડિયાના 15 માંથી 7 ખેલાડીઓ પ્રથમ વખત શ્રીલંકામાં રમશે, જાણો આ ખેલાડીઓની સંપૂર્ણ યાદી

ટીમ ઈન્ડિયાની 15 ખેલાડીઓની શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમે મુંબઈથી કોલંબોની ફ્લાઈટ લીધી. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શ્રેણી શરૂ થશે. આ પ્રવાસમાં પ્રથમ T20 સિરીઝ રમવાની છે, જેમાં ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ શ્રીલંકાની ધરતી પર પ્રથમ વખત રમતા જોવા મળી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ 7 ખેલાડીઓમાં એક એવો પણ છે જે 6 વર્ષથી ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">