IND vs ENG : ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકો છો, જાણો
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ રમાઈ રહી છે. પહેલી બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. તો ચાલો જાણી લો તમે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકશો.

ભારત અને ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા છેલ્લી વખત ટકરાશે. ભારત અને ઇંગ્લેન્ડ 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચમાં આમને-સામને થશે. પહેલી બે મેચ જીતીને, ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને હવે ટીમ ઈન્ડિયાની નજર ઈંગ્લેન્ડને વ્હાઇટવોશ કરવા પર છે.

ચાલો જાણીએ કે ત્રીજી વનડે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો. સૌથી પહેલા તો તમને એ વાત જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ બુધવારે આજે 12 ફેબ્રુઆરીના રોજ રમાશે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે 1 : 00 વાગ્યે થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 : 30 વાગ્યે શરૂ થશે.ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મેચની હિન્દી કોમેન્ટ્રી સ્પોર્ટ્સ 18 HD/SD ચેનલ પર ઉપલબ્ધ થશે.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ODI મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન પર જોવા મળશે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકશો.

ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો છે. એટલે કે યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ક
અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
