AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના ડેબ્યૂ મેચમાં જ શુભમન ગિલે ફટકારી શાનદાર સદી

યુવા ઓપનર શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગ એવા મહત્વપૂર્ણ સમયે રમી હતી જ્યારે ટીમ ઈન્ડિયાને ખૂબ જરૂર હતી. આ તેની વનડે કારકિર્દીની આઠમી સદી છે. આ શુભમન ગિલની ICC ઈવેન્ટમાં પહેલી સદી છે.

| Updated on: Feb 20, 2025 | 11:03 PM
Share
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત સદી સાથે કરી હતી. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં શુભમન ગિલે સદીની ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેની આ ઈનિંગ રન ચેઝ દરમિયાન આવી હતી.

1 / 5
ગિલે ખૂબ જ કાળજીપૂર્વક બેટિંગ કરી અને ટીમનો એક છેડો સાચવી રાખ્યો. પોતાની ઈનિંગ દરમિયાન તેણે મેદાનની ચારે બાજુ રન બનાવ્યા અને ICC ઈવેન્ટમાં પ્રથમ વખત સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી.

2 / 5
શુભમન ગિલે 100 રનનો આંકડો પાર કરવા માટે 125 બોલનો સામનો કર્યો, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.  શુભમન ગિલે ICC ઈવેન્ટમાં પ્રથમ વખત સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. આ ઉપરાંત, આ તેની ODI કારકિર્દીની આઠમી સદી છે. આ પહેલા તેણે પોતાની છેલ્લી વનડે મેચમાં ઈંગ્લેન્ડ સામે પણ સદી ફટકારી હતી. એટલું જ નહીં, ગિલે છેલ્લી 4 ODI ઈનિંગ્સમાં 50+ રનનો આંકડો પાર કર્યો છે, જે દર્શાવે છે કે તે હાલમાં કેટલા શાનદાર ફોર્મમાં છે.

3 / 5
શુભમન ગિલે આ મેચમાં 129 બોલમાં અણનમ 101 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ મેચ વિનિંગ ઈનિંગ સાથે શુભમને એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ભારત માટે સૌથી ઓછી ઈનિંગ્સમાં 8 વનડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 51 ODI ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો. તેણે 57 વનડે ઈનિંગ્સમાં 8 સદી ફટકારી હતી.

4 / 5
આ સદી સાથે શુભમન ગિલ પણ સચિન તેંડુલકરની એક ખાસ યાદીમાં જોડાઈ ગયો છે. હકીકતમાં તે ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, મોહમ્મદ કૈફ અને શિખર ધવન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. સચિન તેંડુલકરે 1998માં, મોહમ્મદ કૈફે 2002માં અને શિખર ધવને 2013માં પોતાના ચેમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. (All Photo Credit : PTI)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વાઈસ કેપ્ટન શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા કરો ક્લિક

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">