AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. દક્ષિણમાં બંગાળની ખાડી છે. બાંગ્લાદેશ અને ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળ એ મુખ્યત્વે બંગાળી ભાષા બોલતા પ્રદેશ છે, બંગાળ, જેનું ઐતિહાસિક નામ બંગ અથવા બાંગ્લા છે. 1947માં ભારતના ભાગલા સમયે તેને ‘પૂર્વ પાકિસ્તાન’ નામથી પાકિસ્તાનના પૂર્વ ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેની સીમા રેખા નક્કી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ 164 મિલિયનથી વધુની વસ્તી સાથે વિશ્વનો આઠમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જમીન વિસ્તારની દ્રષ્ટિએ, બાંગ્લાદેશ 92મા ક્રમે છે, જે 148,460 ચોરસ કિલોમીટર (57,320 ચોરસ માઇલ) ને આવરી લે છે, જે તેને સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાંનું એક બનાવે છે. બંગાળીઓ બાંગ્લાદેશની કુલ વસ્તીના 98 % છે, જે તેને વિશ્વના સૌથી સમાન રાજ્યોમાંનું એક બનાવે છે. બાંગ્લાદેશની મોટી વસ્તી મુસ્લિમ છે, જે તેને ત્રીજો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બનાવે છે.

બાંગ્લાદેશનું બંધારણ ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે સ્થાપિત કરે છે અને બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર, આ વિસ્તારમાં આધુનિક સભ્યતા 700 બીસીથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અહીંની શરૂઆતની સભ્યતા પર બૌદ્ધ અને હિંદુ ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉત્તર બાંગ્લાદેશમાં હજારો સ્થાપત્ય અવશેષો કે જેને મંદિરો અથવા મઠો કહી શકાય હજુ પણ અસ્તિત્વમાં છે.

 

Read More

Breaking News: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે દેખાડી નફટાઈ !, “અમે મેચ રમવા માટે ભારત નહીં જઈએ”

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતમાં મેચ રમવાનો ઇનકાર કર્યો છે. બોર્ડ મક્કમ છે અને તટસ્થ સ્થળની માંગ કરી રહ્યું છે. ICC સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Breaking News : બાંગ્લાદેશે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું ! સ્પોર્ટ્સ એડવાઇઝરે ICC પર લગાવ્યો ‘મોટો આરોપ’

બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 અંગે મતભેદ ચાલી રહ્યા છે. એવામાં હવે બાંગ્લાદેશે ICC પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે.

Breaking News: ‘તમિમ ઇકબાલ’ એક ભારતીય એજન્ટ! બાંગ્લાદેશના અધિકારીએ લગાવ્યો ‘મોટો આક્ષેપ’

બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલને ભારતીય એજન્ટ ગણાવવામાં આવ્યો છે. આનાથી બાંગ્લાદેશ ક્રિકેટમાં ભારે હોબાળો મચી ગયો છે. આ બાબતને લઈને એમ. નઝમુલ ઇસ્લામ હવે લોકોના નિશાના પર આવ્યો છે.

T20 World Cup : આતંકી મુસ્લિમ દેશ પાકિસ્તાનના રવાડે ચડ્યું હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશ

Bangladesh Cricket : 2026ના T20 વર્લ્ડ કપ પર હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશના નિવેદન સતત ચાલુ છે. હવે, બાંગ્લાદેશના સ્પોર્ટસ એડવાઈઝરે જણાવ્યું છે કે તેઓ ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવા માટે તૈયાર નથી.લોકો કહી રહ્યા છે કે, તેઓ આતંકી દેશ પાકિસ્તાનના રવાડે ચડ્યું છે.

Breaking News : શિખર ધવન થયો ગુસ્સે, હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હિંસાની નિંદા કરી

Shikhar Dhawan on Bangladesh : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક વિધવા પર થયેલા સામૂહિક બળાત્કારની વિગતો આપવામાં આવી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી.

Breaking News : બાંગ્લાદેશના ખેલાડીઓ ભારતીય બેટનો ઉપયોગ કરી શકશે નહી, ‘પ્રતિબંધ’ લાગ્યો

Bangladesh Cricketer's Bat : બાંગ્લાદેશના ક્રિકેટરોની સાથે ભારતની એક મોટી કંપનીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. તેની સાથે પોતાના કરારને આગળ વધારવામાં કોઈ રસ જોવા મળ્યો નથી.

શું KKR મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા છતાં પૈસા ચૂકવશે? નિયમો જાણો

Mustafizur Rahman compensation : મુસ્તફિઝુર રહમાનને 9.2 કરોડની મોટી કિંમત પર ખરીદવામાં આવ્યો છે. કોઈ પણ ભૂલ વગર તેમને ટીમમાંથી દુર કરવામાં આવ્યો છે.તો શું હવે કેકેઆર આ ખેલાડીને પૈસા આપશે, ચાલો આઈપીએલનો નિયમ જાણીએ.

Breaking News : T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ તેની મનમાની નહીં ચલાવી શકે, ICCએ બાંગ્લાદેશની માગ ફગાવી, T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં રમાશે!

બાંગ્લાદેશે ICC ને તેની T20 વર્લ્ડ કપની મેચો ભારતમાંથી ખસેડવાની વિનંતી કરી હતી. પરંતુ હવે એવા અહેવાલો છે કે તેણે તેની મેચો ભારતમાં રમવી પડશે. ICC એ BCB ને જણાવ્યું હતું કે બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત જવું પડશે, નહીંતર તે પોઈન્ટ ગુમાવી શકે છે.

IPL 2026 : જાણો કયા કયા દેશોમાં IPL પર પ્રતિબંધ છે

બાંગ્લાદેશની સરકારે પોતાના દેશમાં આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો છે. મુસ્તફિઝુર રહમાનને આઈપીએલમાંથી દુર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છઠે. તો ચાલો તમને જણાવીએ કે, દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ બાંગ્લાદેશ સિવાય ક્યાં દેશમાં દેખાડવામાં આવતી નથી.

Breaking News : બાંગ્લાદેશમાં IPL 2026ની મેચ બતાવવામાં નહીં આવે, સરકારે લગાવ્યો પ્રતિબંધ

બાંગ્લાદેશે IPL પર પ્રતિબંધ મૂક્યો: બાંગ્લાદેશની વર્તમાન સરકારે, બાગ્લાંદેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ બાંગ્લાદેશની વર્તમાન સરકારે આ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.

Breaking News: ICC એ માની લીધી બાંગ્લાદેશની માગ, ભારત બહાર T-20 મેચ રમાડવા પર થયુ રાજી

IPL માંથી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો ક્રિકેટ વિવાદ વધુ ઘેરો બન્યો છે. BCB એ ICC સમક્ષ માગ કરી છે કે ભારત બહાર શ્રીલંકામાં વર્લ્ડ કપની મેચ રાખવામાં આવે. જો ICC આ વિનંતી સ્વીકારે છે, તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન તેમની બધી વર્લ્ડ કપ મેચો શ્રીલંકામાં રમી શકે છે.

“બાંગ્લાદેશમાં જેહાદના બે ચહેરા, બંનેનો ઉદ્દેશ્ય ભારતનો વિરોધ” – તસ્લીમા નસરીન એ ખોલી પોલ

તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "બાંગ્લાદેશમાં જેહાદના બે અલગ અલગ સ્વરૂપો છે. મદરેસામાંથી નીકળેલા અને યુનિવર્સિટીઓમાં ભણેલા લોકોનો એક જ ધ્યેય છે: ભારત વિરોધ." તેમણે ચેતવ્યા છે કે જો જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો તૂટી જશે, તો કટ્ટરવાદને વેગ મળશે. "નફરત અને હિંસાને બદલે, વાતચીત, સંસ્કૃતિ અને શાંતિ એ વર્તમાન પરિસ્થિતિનો ઉકેલ છે."

Breaking News: BCCI ના આ એક નિર્ણયથી બાંગ્લાદેશને પડશે કરોડોનો ફટકો

ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો પરંતુ રાજકીય અસ્થિરતાને કારણે પ્રવાસ વર્ષ 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.

પહેલા BCCI એ બાંગ્લાદેશી ક્રિકેટરને રમવાની મંજૂરી આપી, દેશભરમાં વિરોધ વધ્યો તો હવે હકાલપટ્ટી કરી… ભૂલ કોની SRK ની કે BCCIની ?- વાંચો

ટાટા IPL 19 ના મિનિઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે જ્યારથી બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડથી વધુ કિંમતે ખરીદ્યો ત્યારથી શાહરૂખને ટ્રોલ કરાઈ રહ્યો છે. કેટલાક ભાજપના નેતાઓએ તો તેની દેશભક્તિ પર સવાલ ખડા કરતા તેને ગદ્દાર કરાર પણ આપી દીધો. જો કે સૌથી મોટો સવાલ તો એ છે કે SRK ની ટીમે બાંગ્લાદેશી ક્રિકેટરને ત્યારે ખરીદ્યો  જ્યારે BCCI એ મંજૂરી આપી. તો સૌથી મોટી ભૂલ કોની BCCIની કે SRK ની..- ચાલો સમજીએ વિગતવાર

Breaking News : IPL 2026માંથી બહાર થશે શાહરૂખ ખાનની ટીમનો આ ખેલાડી, BCCIએ કર્યો આદેશ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલરને તેની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">