પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે.
રાજ્યમાં એક દાયકાથી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. હાલમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાંથી કુલ 42 સાંસદો લોકસભામાં ચૂંટાય છે. પશ્ચિમ બંગાળની રચના કુલ 23 જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે.