નયનતારા સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે અભિનેત્રી બનવા માંગતી ન હતી, પરંતુ કહેવાય છે ને કે બધુ સારા માટે જ થાય છે. નયનતારા સાથે પણ કંઈક આવું જ થયું છે.
નયનતારાએ જ્યારથી લગ્ન કર્યા છે. તેના ચાહકોની નજર હંમેશા તેના ઈન્સ્ટ્રાગ્રામ પર ટકેલી જોવા મળે છે. નયનતારાના ચાહકો તેના લગ્ન બાદ ફોટો જોવા માટે ઉત્સાહિત રહે છે. હાલમાં નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવાના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં કપલ એક બીજા સાથે રોમેન્ટિક જોવા મળ્યા છે.
ફિલ્મમેકર વિગ્નેશે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર આ ફોટો શેર કર્યા છે. જેમાં તે અને નયનતારા એકબીજા સાથે પ્રેમમાં ડુબેલા જોવા મળ્યા હતા.
ક્યારેક બંન્ને સ્પૈનના રસ્તાઓ પર હાથમાં હાથ નાંખી જોવા મળ્યા હતા. તો ક્યારેક એક બીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા હતા.
કામમાંથી બ્રેક લઈને નયનતારા અને વિગ્નેશ સ્પૈનમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. બંન્નેના સ્પેનના આ ફોટો ખુબ પસંદ આવી રહ્યા છે.આ ફોટો શેર કરતા વિગ્નેશે કૈપ્શનમાં લખ્યું લવ લાઈફ.........