09 જાન્યુઆરીના મહત્વના સમાચાર : નેતાઓની આંગળીએ નાચતા અધિકારીઓએ કોર્ટને ગેરમાર્ગે દોરીને પાયલ ગોટીના રિમાન્ડ મેળવ્યાઃ પરેશ ધાનાણી
આજે 09 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
મોરબીમાં ચાઈનીઝ દોરી વેચનારા હોલસેલર વેપારીને, એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. વિપુલ હસમુખભાઈ હિરાણી નામના વ્યક્તિની મોરબી પોલીસે ધરપકડ કરી છે. વિપુલ હિરાણી પાસેથી રૂપિયા 2.65 લાખની કિંમતની 408 નંગ ચાઈનીઝ દોરીની ફિરકી ઝડપાઈ છે. આરોપીનું મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં, અન્ય ચાઈનીઝ દોરીના ગુનામાં પણ નામ ખૂલ્યું છે. એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાંથી જામીન મળતાં બી ડિવિજન પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.
-
અમરેલી બોગસ લેટરકાંડ મામલોઃ નેતાઓની આંગળીએ નાચતા અધિકારીઓએ કોર્ટને ગેરમાર્ગે દોરીને પાયલ ગોટીના રિમાન્ડ મેળવ્યાઃ પરેશ ધાનાણી
અમરેલી બોગસ લેટરકાંડ મામલે ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા, પરેશ ધાનાણીએ કહ્યું કે, અમરેલીમાં નેતાઓની આંગળીએ નાચતા અધિકારીઓએ કોર્ટને ગેરમાર્ગે દોરીને પાયલ ગોટીના ખોટા રિમાન્ડ મેળવ્યા હતા. પાયલ ગોટી પર પોલીસ દમન થયું છે. દમન કરનારા તમામ પોલીસ કર્મી સામે પગલાં લેવા જોઈએ.
-
-
છત્તીસગઢના મુંગેલીમાં મોટી દુર્ઘટના, ચીમની ધરાશાયી થતાં 30 લોકો દટાયા; 9ના મોતની આશંકા
છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. કુસુમ પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થવાથી 30 લોકો દટાયા હતા. જેમાંથી 8 થી 9 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.
-
કેજરીવાલ મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા, પ્રવેશ વર્મા વિરુદ્ધ કરી ફરિયાદ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મુખ્ય ચૂંટણી કમિશનરને મળીને બીજેપી નેતા પ્રવેશ વર્મા વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. કેજરીવાલે ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
-
ગોધરામાં સેન્ટ્રલ જીએસટીના દરોડા
ગોધરામાં સેન્ટ્રલ જીએસટીના દરોડા પડ્યા છે. સ્ટેશન રોડ વિસ્તારમાં CGSTએ દરોડા પાડ્યા. ખાધ્ય તેલના વેપારીઓ સહિત જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
-
-
પાટણઃ સરસ્વતીના વાગડોદ નજીકની ઝડપાયા નકલી કિન્નર
પાટણઃ સરસ્વતીના વાગડોદ નજીકની નકલી કિન્નર ઝડપાયા. અસલી કિન્નરોએ નકલી કિન્નર ટોળકીને ઝડપીને ધોલાઈ કરી. નકલી કિન્નરોના મેથીપાકનો વીડિયો વાયરલ થયો છે. નકલી કિન્નર ટોળકીનો પણ પર્દાફાશ થયો છે. વાગડોદ નજીક ગ્રામ્ય વિસ્તારમાં પૈસા ઉઘરાવતી હતી.
-
વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ કેસ: બેની ધરપકડ
અમદાવાદ: વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ મામલામાં પોલીસે એજન્સી અધિકારી સહિત બેની ધરપકડ કરી છે. ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં 3.67 કરોડની ઉચાપત કરાઈ હતી. ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી ખેડૂતોને નાણા ચૂકવ્યાં ન હતા. ખેડૂતોને તેમના રૂપિયા ન મળતા અવારનવાર રજૂઆત કરાઈ હતી. જે પછી ગોડાઉન મેનેજર, એજન્સી અધિકારી સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ હતી. હજુ પણ ફરાર પાંચ આરોપીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે.
-
-
જમ્મૂ કાશ્મીરની સુંદર ખીણમાં દોડશે વંદે ભારત ટ્રેન
દેશના અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક ચાલી રહેલી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને હવે શિયાળામાં બરફથી આચ્છાદિત રહેતા પહાડી વિસ્તારમાં પણ ચલાવવામાં આવશે. પર્વતોમાં હિમવર્ષાને કારણે ટ્રેનની સુવિધા ઘણી ઓછી છે. પરંતુ રેલવે હવે વિશેષ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આ વિસ્તારમાં પણ દોડાવવાનું આયોજન કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.. જેમાં હિમવર્ષા અને માઈનસ 10 ડિગ્રીમાં પણ કોઈ મુશ્કેલી નહી આવે.
-
દાહોદ: કૂવામાં પડેલા દીપડાનું કરાયું રેસ્ક્યુ
દાહોદ: દેવગઢબારિયાના ટીડકી ગામમાં કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું. શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો હતો. દીપડો 15 ફૂટ ઊંડા કૂવામાં ફસાયો હતો. મોડી રાત્રે વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરાયું.
-
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025ને લઈ તૈયારીઓ
આ વર્ષે તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. 11 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે.
-
સુરત: પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત
સુરત: પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયુ છે. સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો હતો. બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. બાળકનું ટુંકી સારવાર બાદ મોત થયુ છે. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
-
સાબરકાંઠા: હિંમતનગરમાં નોંધાયો HMPVનો પ્રથમ કેસ
સાબરકાંઠા: હિંમતનગરમાં નોંધાયો HMPVનો પ્રથમ કેસ નોંધાયો છે. પ્રાંતિજના 8 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
-
પતંગ લેવા જતાં 11 વર્ષના બાળકનું કંપાવી દેનારું મોત
ઉત્તરાયણ પહેલા રાજકોટથી સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતંગ લેવા જતાં 11 વર્ષના બાળકનું કાળજુ કંપાવી દેનારું મોત થયુ છે. શાપરમાં બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતાં ભડથું થયો. વીજ લાઈન ચાલુ હોવાથી કિશોર સ્થળ પર જ ભડથું થયો હતો. પુષ્પવીર શર્મા નામના કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી કિશોરનું કમકમાટી ભર્યું મોત થયુ છે.
-
દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગ વકરી
દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગ વકરી છે. ભીષણ આગમાં 5 લોકોના મોત થયા,તો હજારો લોકો વિસ્થાપિત થયા છે. લોસ એન્જલસના ઈતિહાસની સૌથી વિનાશકારી આગ માનવામાં આવે છે.
-
અંબાજી: અજાણ્યા શખ્સોનો હાઈવે પર આતંક
અંબાજી: અજાણ્યા શખ્સોનો હાઈવે પર આતંક જોવા મળી રહ્યો છે. રસ્તે પસાર થતાં વાહનચાલકો પર પથ્થરમારો થયો. કોટેશ્વર રોડ પર રાત્રીના સમયે પથ્થરમારો કર્યો. પથ્થરો ફેંકાતા ગાડીઓના કાચ પણ તૂટ્યા, તેમજ 3થી 4 બાઈકચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
-
તિરૂપતિ મંદિરમાં નાસભાગમાં 6 નાં મોત, 25ને ઇજા
તિરૂપતિ મંદિરમાં નાસભાગમાં 6 નાં મોત, 25ને ઇજા થઇ છેય વિષ્ણુ નિવાસમ પાસે ઘટના બની. ટોકન લેવા માટે 4 હજાર જેટલા લોકો આવ્યા હતા. વૈકુંઠ એકાદશીને કારણે દર્શનાર્થીઓ ઉમટ્યા છે. CM ચંદ્રબાબુ નાયડુએ સમગ્ર મામલે તપાસના આપ્યા આદેશ.
-
અમદાવાદ: એરપોર્ટ પાસે ફરી એકવાર થઈ મારામારી
અમદાવાદ: એરપોર્ટ પાસે ફરી એકવાર મારામારી થઈ. વાહન ચાલક-પોલીસ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ. નો પાર્કિગમાં ઊભેલી ગાડી સામે કાર્યવાહી સમયે માથાકૂટ થઇ. પોલીસે 5 હજારની માગ કરી હોવાનો પણ વીડિયોમાં આક્ષેપ છે. સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે રાજ્ય સેવકના કામમાં રૂકાવટ મામલે ગુનો દાખલ કર્યો. પ્રાઇવેટ ક્રેનમાં સરકારી ઓપરેટર સાથે મારામારી બદલ ગુનો નોંધાયો.
દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી છે. 3 હજાર એકર વિસ્તાર આગની ચપેટમાં આવ્યા છે. 30 હજારથી વધુ લોકોનું સ્થળાંતર થયુ. યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ભૂકંપે તિબેટને તહસનહસ કર્યું છે. ભૂકંપનો મૃત્યઆંક પહોંચ્યો 125ને પાર. 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી આશંકા છે. માર્ગોને નુકસાનથી બચાવ કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ટાપુ નજીક સી પ્લેન થયું ક્રેશ. દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 6માંથી ત્રણ લોકોનાં મોત. અન્ય ત્રણ ઘાયલ થયા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ. ટ્રમ્પે હમાસને આપી ચેતવણી. કહ્યું, 20 જાન્યુઆરી પહેલા બંધકોને છોડી મુકો, નહીં તો મિડલ ઈસ્ટમાં વિનાશ. ભોગવશો ઘાતક પરિણામ. ટ્રમ્પે ફરી કેનેડાને અમેરિકાનો હિસ્સો દર્શાવતા વિવાદ થયો. નકશાની તસ્વીર પોસ્ટ કરી ટ્રમ્પે લખ્યું, “સ્ટેટ ઓફ યુએસએ”.. ટ્રમ્પની પોસ્ટ પર ભડક્યા કેનેડાના નેતાઓ. ભારતમાં HMP વાયરસનું સંકટ.. HMP વાયરસના કેસની સંખ્યા વધીને પહોંચી 9 પર. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 3, તો કર્ણાટક, તમિલનાડુમાં 2-2 કેસ.
Published On - Jan 09,2025 7:41 AM