જાહ્નવી કપૂરથી લઈને શાહરૂખ ખાન સુધી, હવે તમે પણ આ સેલિબ્રિટીઓના ઘરે રહેવાની મજા માણી શકો છો
જાહન્વી કપૂર જ નહિ પરંતુ શાહરુખ ખાન અને યુવરાજ સિંહના હૉલિડે હોમ પર તમે વેકેશનમાં એન્જોય કરી શકો છો. તમે તમારા સેલિબ્રિટીના ઘરમાં આરામથી રહી શકો છો.

સૌ કોઈનું એક સપનું હોય છે કે, લાઈફમાં એક વખત પોતાના ફેવરિટ સેલિબ્રિટના ઘરની અંદર જઈ અને જોઈ શકે કે, બોલિવુડ સ્ટાર કેવા ઘરમાં રહે છે. દરેક લોકોને તેનું ઘર જોવાની તક મળે તો સૌ કોઈ ખુશ થઈ જાય છે.

જો તમે પણ આ સપનું પૂર્ણ કરવા માંગો છો તમારા ફેવરિટ સેલિબ્રટના ઘરે એખ દિવસ પસાર કરવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. બોલિવુડ સ્ટાર તેના ઘરે રોકાવવાની તક આપે છે. જેમાં લગ્ઝરી ઘરોમાં તમે તમારું વેકેશન પસાર કરી શકો છો. આ લિસ્ટમાં હવે જાહન્વી કપૂર પહેલા શાહરુખ ખાન અને યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે.

બોલિવુડ કિંગ ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. શાહરુખ ખાનનું દિલ્હી વાળું ઘર આલીશાન છે, તમને જણાવી દઈએ કે, આ ઘરનું ઈન્ટીરિયર ડિઝાઈનર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન છે. કપલ આ ઘરમાં હોમ વિથ ઓપન આર્મ્સ કેપ્ટન હેઠળ લોકોને રહેવાની તક આપે છે. અહિ રોકાવવા માટે તમારે Airbnb પર જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

યુવરાજ સિંહ Airbnb પર પોતાના ઘરને ભાડે આપનાર પહેલો ભારતીય ક્રિકેટર છે. જો તમે સ્ટાર ક્રિકેટરના ઘરે રહેવા માંગો છો તો તમે તેના ઘરે રહી શકો છો. તમે હોલિડે હોમમાં તમારા પરિવાર સિવાય મિત્રો સાથે પણ જઈ શકો છો. જો તમે એક નેચર લવર છો તો તમારે એક વખત અહિ જરુર જવું જોઈએ.

જયપુરનો શાહી પરિવાર Airbnbનો પહેલો શાહી સભ્ય છે. જેમણે પોતાની ખાનદાનીનું ઘર જયપુરના સિટી પેલેસને Airbnb પર ભાડે આપ્યું છે. આ પેલેસમાં રહેવા માટે તમારે Airbnb પર જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સિટી પેલેસના મહેમાનોને જયપુરના રાજવી પરિવારના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને કલાત્મક પરંપરાઓ જોવાની તક પણ મળશે.

































































