Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરૂખ ખાનને એસઆરકેના નામથી પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય એક્ટર અને ફિલ્મ નિર્માતા છે. તેને ‘બોલિવુડનો બાદશાહ’ અને ‘કિંગ ખાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાહરુખ 90થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો છે અને ફિલ્મફેર સહિત અનેક એવોર્ડ મળ્યા છે.

57 વર્ષની ઉંમરે શાહરૂખ ખાન આજના યુવા સ્ટાર્સને ટક્કર આપી રહ્યો છે. છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ થયા બાદ શાહરૂખે પઠાણ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. શાહરૂખે રોમેન્ટિક ઈમેજને તોડીને જે એક્શન હીરોનો રસ્તો અપનાવ્યો છે, તેને લોકો પસંદ કરી રહ્યા છે. પઠાણ અને જવાન બંને ફિલ્મોમાં શાહરૂખ ખાનની જબરદસ્ત એક્શન જોવા મળી હતી, જેને ફેન્સે પસંદ કરી હતી અને તેની બંને ફિલ્મોએ મોટી કમાણી કરી હતી.

સતત બે ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થયા બાદ શાહરૂખ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. પઠાણ અને જવાન બંને ફિલ્મો શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ છે હવે જો ડંકી પણ હિટ થશે તો શાહરુખ હેટ્રિક કરશે.

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ જવાનની સુપરહિટ બાદ હવે ડંકી લઈને આવી રહ્યો છે, આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ રહી છે. શાહરૂખ ખાન માટે આ વર્ષ 2023 ખૂબ જ ખાસ રહ્યું છે. પઠાણ ફિલ્મથી શરુ થયેલો શાહરુખ ખાનનો ક્રેઝ જવાન સુધી યથાવત રહ્યો.

Read More
Follow On:

IPL 2025 ની ધમાકેદાર શરૂઆત, શ્રેયા ઘોષાલ, કિંગ ખાન અને દિશા પટણીએ સ્ટેડિયમમાં મચાવી ધમાલ, જુઓ Video

IPL 2025 ની શરૂઆત એક રંગીન ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ, જ્યાં બોલિવૂડના કિંગ ખાન, દિશા પટણી અને શ્રેયા ઘોષાલે પરફોર્મ કર્યું.

IPL 2025 : શાહરૂખ ખાને ‘ચક દે ઈન્ડિયા’ના સીનની યાદ અપાવી, RCB સામેની મેચ પહેલા KKRને આપ્યો ખાસ સંદેશ

શાહરૂખ ખાન RCB સામેની મેચ પહેલા તેની ટીમ KKR ટીમના ખેલાડીઓને મળ્યો હતો. શાહરૂખ ખાને નવા ખેલાડીઓ અને ટીમના નવા કેપ્ટનનું સ્વાગત કર્યું હતું. આમ કરતી વખતે શાહરૂખ ખાને બધાને એક ખાસ સંદેશ પણ આપ્યો. શાહરૂખ ખાનની ટીમ IPL 2025 માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Breaking News : મુશ્કેલીમાં મુકાયા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ ! પાન મસાલાની જાહેરાત પર નોટિસ, જાણો મોટું કારણ

પાન મસાલાની જાહેરાતના મામલે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને કથિત ભ્રામક જાહેરાત બદલ 19 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન અજિંક્ય રહાણે, જાણો KKRએ કેટલી કિંમત ચૂકવી

કોલકાતા નાઈટ રાઈડર્સે 3 માર્ચે IPLની નવી સિઝન માટે અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. આ જાહેરાત સાથે રહાણે આ સિઝનનો સૌથી સસ્તો કેપ્ટન બની ગયો છે. અત્યાર સુધીમાં 9 ટીમોએ તેમના કેપ્ટનની જાહેરાત કરી છે.

Breaking News : કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 પહેલા નવા કેપ્ટનના નામની કરી જાહેરાત, જાણો કોના હાથમાં ટીમની કમાન

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 પહેલા નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. KKRએ ચેમ્પિયન્સ ટ્રોફીની મધ્યમાં અચાનક ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે ટીમનો સૌથી મોંઘો ખેલાડી નહીં પણ અન્ય અનુભવી ખેલાડીને KKRએ ટીમની કમાન સોંપી છે.

શાહરૂખ ખાને છોડ્યું પોતાનું ઘર ‘મન્નત’,જાણો કારણ

શાહરૂખ ખાને પોતાનું ઘર મન્નત છોડી દીધુ છે. હવે તે મુંબઈના આલીશાન પાલી હિલ, ખારમાં બે લક્ઝુરિયસ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહેશે. જે તેણે ત્રણ વર્ષ માટે 8.67 કરોડ રૂપિયામાં ભાડે લીધા છે.

મધ્યમવર્ગના લોકોના ત્રણથી પાંચ વર્ષના પગાર જેટલી રકમનું તો આ સેલિબ્રિટીઝને મહિનાનું વીજ બિલ આવે છે, આટલી રકમમાં તો ઘરનુ ઘર બની જાય

બોલિવૂડમાં ઘણી સેલિબ્રિટીના ઘર ઘણા મોટા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સેલિબ્રિટીઓ, દર મહિને કેટલું વીજળીનું બિલ ચૂકવે છે ? વીજ બિલનો આંકડો તમને ચોંકાવી દેશે. કારણ કે આ આંકડો સામાન્ય લોકોના ત્રણથી માંડીને પાંચ વર્ષના કૂલ પગાર જેટલી રકમ એક મહિનાનું વીજ બિલ આવે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર બની જાય. ચાલો જોઈએ શાહરૂખ, સલમાન, દીપિકા કેટલું વીજળીનું બિલ ચૂકવે છે.

શાહરુખ ખાનથી થઈ ગઈ ભૂલ, તો હવે સરકાર આપશે 9 કરોડ રુપિયા ! જાણો શું છે મામલો

બાંદ્રા પશ્ચિમના બેન્ડસ્ટેન્ડમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનના નામે નોંધાયેલો આ બંગલો રાજ્ય સરકાર દ્વારા મૂળ માલિકને ભાડે આપેલી જમીન પર બનેલો છે. બાદમાં, સરકારે સોદાને મંજૂરી આપી, ત્યારબાદ માલિકે મિલકત શાહરૂખ ખાનને વેચી દીધી છે

ફિલ્મ ‘કરણ અર્જુન’ માટે સલમાન પહેલી પસંદ નહોતો, રાકેશ રોશન કરી ચૂક્યા છે મોટો ખુલાસો

હાલમાં રાકેશ રોશને ખુલાસો કર્યો કે, કરણ અર્જુન માટે સલમાન ખાન પહેલી પસંદ ન હતા. તો ચાલો જાણીએ રાકેશ રોશને ક્યો મોટો ખુલાસો કર્યો છે. આ પહેલી ફિલ્મ હતી જેમાં ઋતિક રોશન સહાયક દિગ્દર્શક હતા.

Saif ali khan attack : સૈફ અલી ખાનથી લઈને આ સ્ટાર્સ પર થઈ ચૂક્યો છે જીવલેણ હુમલો, મન્નતમાં ઘુસી ગયા હતા 2 ગુજરાતી

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારની વહેલી સવારે 4 કલાકે જાનલેવા હુમલો થયો હતો. આ દરમિયાન અભિનેતાને ગંભીર ઈજા થઈ છે. સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો આજે આપણે જાણીએ કે, સૈફ અલી ખાન પહેલા ક્યા ક્યા બોલિવુડ અભિનેતા પર જાનલેવા હુમલો થયો છે. તેના વિશે જાણીએ.

કિંગ ખાનનો દીકરો આર્યન ખાન રુમર્ડ ગર્લફ્રેન્ડ સાથે ન્યુયર સેલિબ્રેટ કરતા જોવા મળ્યો, જુઓ ફોટો

કિંગ ખાનના મોટા દીકરા આર્યન ખાને 2025નું સેલિબ્રેશન ખાસ અંદાજમાં કર્યું હતુ. તે તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ અને બ્રાઝિલિયન મોડલ સાથે મુંબઈમાં એક ન્યુયર પાર્ટીમાં જોવા મળ્યો હતો.

Video : રૂમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય સાથે સુહાના પિતા શાહરૂખ ખાન પાસે પહોંચી, અલીબાગ ફાર્મ હાઉસમાં શું થવાનું છે?

રૂમર્ડ કપલ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને નવા વર્ષની પાર્ટી માટે શાહરૂખ ખાનના ફાર્મ હાઉસ પર જઈ રહ્યા છે. બંને ગેટવે ઓફ ઈન્ડિયા પર સાથે જોવા મળ્યા હતા.

અમિતાભ, શાહરૂખ અને અજય દેવગણે કર્યું આ કંપનીમાં રોકાણ, ટૂંક સમયમાં આવી રહ્યો છે IPO

બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે એવી કંપનીમાં પૈસા રોક્યા છે જે ટૂંક સમયમાં IPO લાવવાની યોજના બનાવી રહી છે. પૈસાનું રોકાણ કરનારાઓમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગણ અને રિતિક રોશન જેવા નામ સામેલ છે. કંપની રૂ. 1,000 કરોડનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.

ગૌરીથી છુપાઈને શાહરૂખ ખાન અડધી રાત્રે કોના ઘરે મળવા જતો હતો? દર 4-5 મહિનામાં કરતો હતો આવું.. 

દુનિયાભરમાં બાદશાહ અને કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન વિશે ઈન્ડસ્ટ્રીમાં ઘણી વાતો છે. સુનીલ પાલે એક ઈન્ટરવ્યુમાં તેની સાથે જોડાયેલી એક ઘટના જણાવી હતી. સુનીલ પાલે કહ્યું હતું કે શાહરૂખ ખાન રાત્રે સ્લમ એરિયામાં એક વ્યક્તિને મળવા જતો હતો અને તે 5-6 મહિનામાં એકવાર આવું કરતો હતો.

શાહરૂખ ખાનના ‘Mannat’ પર ચાલશે બુલડોઝર, થશે તોડફોડ, જાણો શું છે મામલો?

સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરીના ઘર 'મન્નત'માં તોડફોડ થવાની છે. ચાલો જાણીએ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">