જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. જાહ્નવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997મા રોજ મુંબઈમાં થયો હતો. તે અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની દીકરી છે. ખુશી કપૂર તેની નાની બહેન છે. અનિલ કપૂર તેના કાકા છે. અર્જુન કપૂર અને અંશુલા કપૂર તેના પિતરાઈ ભાઈ-બહેન છે. જાહ્નવી કપૂરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેણે કેલિફોર્નિયામાં લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈન્સ્ટીટયૂટથી અભિનયનો કોર્સ કર્યો છે. 2018માં ધડક ફિલ્મથી ડેબ્યૂ કરનાર જાહ્નવી કપૂરે ગુંજન સક્સેના, ઘોસ્ટ અને રુહી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Read More

Year Ender 2024 : આટલી ફિલ્મો બોલિવુડમાં સૌથી વધુ ફ્લોપ રહી, તોડ્યા દર્શકોના દિલ

વર્ષ 2024માં દર્શકોને કેટલીક શાનદાર ફિલ્મો જોવા મળી પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હતી. જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ચાલો 2024ની ફ્લોપ બોલિવૂડ ફિલ્મો પર એક નજર કરીએ.

Year Ender 2024 : જાહન્વી કપૂરથી લઈ બોબી દેઓલ સહિત આ બોલિવુડ સ્ટારે કરી સાઉથમાં એન્ટ્રી

વર્ષ 2024માં બોલિવુડ અને સાઉથ સ્ટાર માટે ખુબ ખાસ રહ્યું છે. જેમાં કેટલાક એવા સ્ટાર છે જેમણે બોલિવુડમાં ડેબ્યુ કર્યું તો કેટલાક એવા બોલિવુડ સ્ટાર છે જેમણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. તો ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર

પિતા પ્રોડ્યુસર, પત્ની, દિકરી, દિકરો અને ભાઈ બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ફિલ્મો

કપૂર પરિવારે માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જ મોટું યોગદાન આપ્યું નથી પરંતુ આ પરિવારમાંથી અનેક ફિલ્મ સ્ટાર્સ પણ આવ્યા છે. તો આજે આપણે બોની કપૂરના પરિવાર તેમજ તની પર્સનલ લાઈફ વિશે જાણીશું.

અભિનેત્રી જાન્હવી કપૂરે અમીરપેટના અંજનેયા સ્વામી મંદિરની મુલાકાત લીધી, જુઓ વીડિયો

અવારનવાર તિરુપતિ મંદિરમાં દર્શન માટે જતી બોલવિુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ઉજ્જૈન મહાકાળ અને કેદારનાથ મહાદેવના પણ દર્શન કરવા જોવા મળે છે. આ વખતે અભિનેત્રી હનુમાન મંદિરે પૂજા કરી હતી.

Bhai Dooj 2024 : આ છે ફિલ્મી દુનિયાના ફેમસ સ્ટાઇલિશ ભાઈ-બહેનની જોડી, જેનું બોન્ડિંગ પણ અદભૂત છે

બી-ટાઉનના સૌથી ફેમસ ભાઈ-બહેનની જોડીમાંથી એક સુહાના, આર્યન અને અબરામ સિવાય અન્ય કેટલીક ભાઈ-બહેનની જોડી છે. આજે ભાઈ બીજ 2024 પર તમને બોલિવુડની પોપ્યુલર ભાઈ-બહેનની જોડી વિશે જણાવીશું.

‘સ્ત્રી 2’નું કંઈ બગાડી ન શકી ‘દેવરા’, જાહ્નવી કપૂર પર ભારે પડી ગઈ શ્રદ્ધા કપૂર

Devara Vs Stree 2 Box Office : જાહ્નવી કપૂર, જુનિયર NTR અને સૈફ અલી ખાનની 'દેવરાઃ પાર્ટ 1' પહેલા દિવસે શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2'ની રમતને બગાડવામાં નિષ્ફળ રહી છે. દેવરાએ તેલુગુમાં બમ્પર કમાણી કરી પરંતુ હિન્દીમાં તેની કમાણી અપેક્ષા કરતા ઘણી ઓછી હતી.

Devara Part 1 : દેવરા પાર્ટ 1 એડવાન્સ બુકિંગમાં રૂ.17 કરોડની કમાણી કરી, તો જાણો સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો

જ્હાન્વી કપૂર, જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'દેવરા પાર્ટ વન શુક્રવારના રોજ રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થતાં પહેલા એડવાન્સ બુકિંગમાં કરોડો રુપિયાની કમાણી કરી ચૂકી છે. તો ચાલો જાણીએ દેવરા ફિલ્મની સ્ટાર કાસ્ટ કેટલી ફ્રી લીધી છે.

Anant Radhika Haldi ceremony : સ્ટાર્સ પર ચડ્યો અનંત અને રાધિકાની પીઠીનો રંગ, પગથી લઈને માથા સુધી થયા પીળા-પીળા, જુઓ વીડિયો

Anant Radhika Haldi ceremony : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની હલ્દીની ઉજવણી ભવ્ય હતી. અનંત અને રાધિકાની હલ્દી સેરેમનીમાં પણ સ્ટાર્સ જોવા મળ્યા હતા. ઘણા સ્ટાર્સ પીઠીમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. તેની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

IPL 2024 : આઈપીએલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યો ઓરી, માણેક ચોકમાં ખાધી સેન્ડવીચ જુઓ વીડિયો

અમદાવાદમાં આઈપીએલની મેચ જોવા ઓરી અને જાહ્નવી કપૂર બન્ને પહોંચ્યા હતા. આ દરમિયાન આ બંન્ને સ્ટારે અમદાવાદના ફુડની પણ મજા માણી ગુજરાતી થાળીનો સ્વાદ લીધો હતો. ઓરી તો અમદાવાદના ફુડ બજાર માણેક ચોકમાં પણ પહોંચ્યો હતો.

અક્ષય કુમારથી લઈને જાહ્નવી કપૂર, સપનાની નગરીમાં મતદાન કરવા પહોચ્યાં ફિલ્મી સિતારા, લાઈનમાં ઉભા રહી આપ્યો વોટ, જુઓ-VIDEO

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. મુંબઈમાં પણ આજે મતદાન છે. આ એપિસોડમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાનો વોટ આપવા પહોંચી રહ્યા છે. બી-ટાઉનના ઘણા કલાકારો વહેલી સવારે મતદાન મથકો પર મતદાન કરતા જોવા મળ્યા હતા. જેમાં અક્ષય કુમારથી લઈને જાહ્નવી કપૂર જેવા મોટા નામ સામેલ છે.

‘Mr and Mrs Mahi’નું ટ્રેલર રિલીઝ, જાહ્નવી કપૂર-રાજકુમાર રાવની કેમેસ્ટ્રીએ જીત્યા દર્શકોના દિલ, જુઓ-VIDEO

રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલર સારું લાગે છે. જાન્હવી અને રાજકુમાર રાવ ક્રિકેટને પ્રેમ કરતા પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે.

શ્રીદેવીના ચેન્નાઈના ઘરમાં ફ્રીમાં રહેવાની ઓફર, પરંતુ જાહ્નવી કપૂરે મુકી આ શરત

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે હાલમાં જ તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી પડશે. જાહ્નવી કપૂરે કહ્યું છે કે હવે ફેન્સ ચેન્નાઈમાં શ્રીદેવીના ઘરે રહી શકશે. અને આ માટે કેટલાક ચાહકોએ પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

જાહ્નવી કપૂરથી લઈને શાહરૂખ ખાન સુધી, હવે તમે પણ આ સેલિબ્રિટીઓના ઘરે રહેવાની મજા માણી શકો છો

જાહન્વી કપૂર જ નહિ પરંતુ શાહરુખ ખાન અને યુવરાજ સિંહના હૉલિડે હોમ પર તમે વેકેશનમાં એન્જોય કરી શકો છો. તમે તમારા સેલિબ્રિટીના ઘરમાં આરામથી રહી શકો છો.

શું તમે જાહ્નવી કપૂરે જે ઘરમાં બાળપણ વિતાવ્યું છે ત્યાં રોકાવવા માંગો છો, તો આ રીતે મળશે તક

શ્રી દેવીનું વર્ષો જૂનું ઘર ચેન્નાઈમાં ખરીદ્યું હતુ. આ તેનું પહેલું ઘર હતુ જેને બોની કપુર સાથે લગ્ન કર્યા બાદ ખરીદ્યું હતુ. હવે લોકો શ્રીદેવીના આ ઘર પર ભાડે રહી શકશે. જાહ્નવી કપૂરે માતા શ્રીદેવીનું ચેન્નાઈમાં ઘર ભાડે આપવાનું નક્કી કર્યું છે. મતલબ કે હવે તેના ચાહકો પણ તેને બુક કરી શકશે.

કેટલાકમાં 7 સ્ટાર છે અને કેટલાકમાં 12 સ્ટાર, આ ફિલ્મોને બ્લોકબસ્ટર બનાવવા મેકર્સની મજબૂત ફોર્મ્યુલા

આવનારા સમયમાં આવી ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેમાં મેકર્સે માત્ર એક-બે નહીં પણ ઘણા સ્ટાર્સને કાસ્ટ કર્યા છે. કેટલાકમાં 7 મોટા સ્ટાર્સ જોવા મળશે તો કેટલાકમાં 12 સ્ટાર્સ. આ લિસ્ટમાં અક્ષય કુમારથી લઈને અજય દેવગન સુધીના ઘણા મોટા કલાકારોની ફિલ્મો સામેલ છે.

g clip-path="url(#clip0_868_265)">